પાટણમાં બહેને ભાઇ તથા ભત્રીજીની ઠંડા કલેજે કરી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-05 13:50:24
  • Views : 639
  • Modified Date : 2019-06-05 13:50:24

પાટણના કલાણા ગામે પોતાના ભાઇને ઝેરી પ્રવાહી આપીને મોત નિપજાવ્યુ હોવાની તેમજ પોતાની ૧૪ માસની ભત્રીજીને પણ આ રીતે ઝેરી પ્રવાહી પિવડાવી મોત આપતા પિતાએ સગી પુત્રી સામે પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે માતરવાડી ખાતે દફન કરવામાં આવેલ બાળકીની લાશને બહાર કાઢી પી.એમ કરાવી તેનીતપાસ ફોરેન્સીક લેબમાં મુકવા માટેની તજવિજ હાથ ધરી છે. જ્યારે આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં અરેઆટી વ્યાપી જવા પામી છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ થલતેજ અમદાવાદ ખાતે રહેતા અને વર્ષોથી ત્યાં ધંધો કરતા નરેન્દ્રભાઇ બબલદાસ પટેલને સંતાનમાં બે દિકરીઓ અને એક દિકરો હતા. જેમાં મોટી દિકરી પરણાવેલ અને તે પાટણ ખાતે રહેતા હતા જ્યારે તેઓ પોતાના દિકરા જીગરભાઇ પટેલ ઉ.વર્ષ-૩૨ તેમના લગ્ન થયેલ હોવાથી જીગરભાઇના પત્ની ભુમીબેન અને ૧૪ માસની દિકરી માહી સાથે પિતાના ઘરે રહે છે તથા કિન્નરીબેન પટેલ ઉ.વર્ષ-૨૮ જેઓના લગ્ન થયેલ ન હોવાથી પોતાના પિતાના ઘરે અમદાવાદ રહેતા હતા. પરંતુ ૬ માસ અગાઉ જીગરભાઇને આંખે નજીકનું દેખાતુ ન હોઇ તેમજ ગળુ સુકાતુ હોવાથી અને આખા શરીરમાં ધ્રુજારી આવતી હોવાથી અમદાવાદની વિવિધ મોટી હોÂસ્પટલોમાં દવા કરાવી હતી પરંતુ ફરક પડતો ન હતો. જેથી નરેન્દ્રભાઇ પટેલ પોતાના પરિવાર સાથે ૪ મે ૨૦૧૯ ના રોજ પાટણ ખાતે રહેતા તેમના ભાઇ પ્રવિણભાઇના ઘરે આવેલા અને ત્યાં રાત્રી રોકાણ કરેલ અને ત્યાંથી ૫ મે ૨૦૧૯ ના રોજ સવારે તેમના કુળદેવી માતાજીના દર્શન કરવા માટે પાટણના કલાણા ખાતે ગયેલા અને ત્યાં જીગરભાઇની તબીયત એકદમ લથડતા પોતાની ગાડીમાં બેસાડવા ગયેલા. પરંતુ ગાડીની ચાવી મળી આવેલ નહી. જેથી તેઓએ પાટણ ડા. અશ્વીન પટેલને ફોન કરતાં બે ગાડીઓ મોકલેલ અને જીગરભાઇને તાત્કાલિક પાટણ ખાતે લાવવામાં આવેલ અને ત્યાં ડોકટરોએ મૃતક જાહેર કરતાં સમાજના રીતી રીવાજ મુજબ સિધ્ધપુર અÂગ્નસંસ્કાર કરેલ અને તેમની સામાજીક બાકીની વિધીઓ માટે પાટણ પોતાના ભાઇના ઘરે રોકાયેલા હતા. ત્યારે ૩૦ મે ૨૦૧૯ ના રોજ જીગરભાઇના પત્ની ભુમીબેનને તકલીફ  થતાં તેમને સારવાર માટે સદભાવ હોÂસ્પટલ ખાતે લઇ જવાયા હતા અને તેમની ૧૪ માસની દિકરી માહી ધોડીયામાં મુકીને ગયા હતા. પરંતુ તેને પણ અચાનક ખેંચ આવતા તાત્કાલિક ડો. બકુલ પટેલના ત્યાં લઇ ગયા હતા. પરંતુ ત્યાં તેના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. જેથી સમાજના રીતરીવાજ મુજબ માતરવાડી સ્મશાન ખાતે આ બાળકીની દફનવિધી કરવામાં આવી હતી. અને આ પરિવારના તમામ સભ્યો શોકમાં હતા. ત્યારે બીજી તરફ કિન્નરીના મુખ ઉપર કોઇ દુઃખ જણાઇ આવતુ ન હોવાથી તેના ઉપર શંકા જતાં આડકતરી રીતે પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને બન્નેને ઝેરી પ્રવાહી આપ્યુ હોવાની કબુલાત કરી હોવાની ફરિયાદ તેના પિતાએ પાટણ બી-ડીવિઝન પોલીસ મથકે આપતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરીને જ્યાં માહીને દફનાવવામાં આવી હતી તેની લાશને બહાર કાઢી તેનુ પી.એમ. કરાવી તેના શરીરના વિવિધ અંગોની તપાસ માટે ફોરેન્સીક લેબમાં મુકવાની તજવિજ હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News