વાવમાં પાણીના પોકાર વચ્ચે કેનાલો ફાટવાનો સિલસિલો યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 12:10:49
  • Views : 428
  • Modified Date : 2020-03-02 12:10:49

 બનાસકાંઠા જિલ્લામાં કેનાલો ફાટવાનો સિલસિલો યથાવત છે.એક બાજુ પાણી માટે ખેડૂતો પોકાર કરી રહ્યા છે. બીજી બાજુ કેનાલનું પાણી ન મળતાં વાવેતર સુકાઈ જતાં ન છૂટકે ખેડૂતો ઊભો પાક ખેડી નાખી રહ્યા છે.તો બીજી બાજુ કેનાલો ફાટવાનું ચાલુ છે.ખાસ કરીને વાવમાં છેવાડાના ખેડૂતોને પાણી મળતું નથી ત્યાં કેનાલો તૂટતાં પાકમાં પાણી ઘૂસી જતાં પાક નિષ્ફળ જઈ રહ્યા છે. વાવના ચોથારનેસડાના ખેડૂતોને પાણી ન મળતાં જીરાનો પાક ખેડી નાખવો પડ્યો હતો.વાવના ભાટવર નજીક કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો.જ્યારે વાવના મીઠાવીચારણના ખેડૂતોએ પાણીની આશામાં જાતે જ કેનાલની સફાઇ કરી હતી. વાવના ચોથારનેસડા ગામના ખેડૂતોએ રવિસિઝનમાં રવિ પાકોનું વાવેતર કરેલું હતું. પરંતુ કેનાલના પુરતા પાણી ન મળતા ખેડૂતે ટ્રેકટર વડે ઉભો પાક ખેડી નાંખી વિરોધ દર્શાવ્યો હતો.વાવના ચોથારનેસડા ગામના ખેડૂતોએ કેનાલનું પાણી મળી રહેવાની આશાએ રવિપાકો જેવા કે જીરું, ઘઉં, ઇસબગુલ, એરંડા જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કેનાલનું પુરતું પાણી ન મળતાં વારંવાર આવેદનપત્રો, આત્મવિલોપનની ચીમકી, ઉપવાસ આંદોલનો કરવા છતાં છેલ્લા દોઢ માસથી પાણી ન મળતા પાક મુરઝાઇ ગયો હતો. ત્યારે ચોથારનેસડાના ગોવિંદભાઈ હેમાભાઈ તુવરએ જીરાની ખેતી કરી હતી. જે પાક પાણી વગર જીરાનો પાક મુરઝાઇ જતાં ટ્રેકટર વડે ખેડી નાખ્યો હતો. ખેતરમાં કરેલો ખર્ચ તેમજ મહેનત પર પાણી ફરી વળ્યું હતું. વાવ તાલુકામાં કેનાલમાં કચરો ભરાઇ રહેતો હોવાથી કેનાલો ઓવરફ્લો તેમજ તૂટવાની ઘટનાઓ બની રહી છે. જેને લઇ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ખેડૂતોએ કેનાલ ન તૂટે અને પૂરતું પાણી મળી રહે તે માટે કેનાલની જાતે સફાઇ કરી હતી. વાવના ભાટવરની સીમમાં શનિવારે મોડીરાત્રે કેનાલમાં 15 ફૂટ જેટલું ગાબડું પડતા લાખો લિટર પાણીનો બેફામ વેડફાટ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં પાણી ન મળતા ખેડૂતો સરકારી-નર્મદા કચેરીઓના ધરમ ધક્કા ખાઇ રહ્યા છે. ત્યારે વાવ તાલુકાના ભાટવર ગામની સીમમાં શનિવારે મોડીરાત્રે કેનાલમાં 15 ફૂટ જેટલું ગાબડું પડતાં લાખો લિટર પાણીનો બેફામ વેડફાટ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે ખેડૂતોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ‘નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોને સરહદી વિસ્તારના ગામડાઓ સુધી પાણી પહોંચાડવામાં ઓણા ઉતર્યા છે. ત્યારે તેમની બેદરકારીના કારણે ગમે ત્યારે કેનાલમાં પાણી છોડાય છે. જેને લીધે કેનાલમાં મસમોટુ ગાબડું પડ્યું છે અને લાખો લીટર પાણીનો બેફામ રોડ ઉપર તેમજ અન્ય જગ્યાએ પાણીનો બગાડ થયો છે.

Download Our B K News Today App



Related News