ગુજરાતમાં પોલીસ હવે મહિલાઓને પણ બ્રેથ એનેલાઇઝરથી ચેક કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 17:05:59
  • Views : 435
  • Modified Date : 2019-12-30 17:05:59

શહેરમાં નવા વર્ષની ઉજવણીની 31મી ડિસેમ્બરની પાર્ટીને લઇને પોલીસે તૈયારી હાથ ધરી છે. શહેરના ચોતરફ 1 હજાર સીસીટીવીથી પોલીસ કન્ટ્રોલરુમમાં બેઠા-બેઠા વોચ રાખશે. 5 હજાર પોલીસ શહેરના રસ્તા પર તૈનાત રહેશે. પાર્ટીની પરવાનગી માંગનાર 31 આયોજકોને પરવાનગી આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ 300 બ્રેથ એનેલાઇઝર સાથે પીધેલાઓને પકડવા તૈયાર રહશે. શહેરના એસજી હાઇવે, સીજી રોડ, આંદનગર, વસ્ત્રાપુર અને કાંકરીયા કાર્નિવલ પર પોલીસનું ફોકસ વધારે રહેશે. શહેરભરની પોલીસ સાથે 10 ક્યુઆરટીની ટીમો, મહિલા ટીમો, 85 પીસીઆરવાન, 200 હોક સ્કવોડ સહિત ડીસીપીની ઇચ્છા મુજબ દારુડીયાઓને તપાસવા માટે નાકા બંધીના પોઇન્ટ ગોઠવવામાં આવશે. આશ્ચર્યની વાત તો એ છે કે, રાજ્યમાં દારૂના દુષણમાં મહિલાઓ પણ બાકાત નથી રહી માટે આ વખતે પોલીસ બ્રેથ એનેલાઇઝરથી મહિલાઓની પણ ચકાસણી કરશે કે તેઓએ નશો કર્યો છે કે નહી. આમ હવે અમદાવાદ પોલીસે બ્રેથ એનેલાઇઝરથી મહિલાઓની પણ તપાસ કરશે. કારણ કે, હવે શહેરમાં મહિલાઓ પણ દારૂની પાર્ટી કરવાથી બાકાત રહી નથી.શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યુ હતુ કે, 31મી ડિસેમ્બરની પાર્ટીને લઇને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તૈયારી કરી છે. 1 હજાર સીસીટીવી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વોચ રાખવામાં આવશે. પોલીસ કન્ટ્રોલ રુમમાંથી વોચ રાખશે. 5 હજારથી વધુ પોલીસ રોડ પર તૈનાત રહેશે. 31 પાર્ટીઓને પરવાનગી આપવામાં આવી છે. નાકા બંધીના પોઇન્ટ પર પીએસઆઇ કક્ષાના અધિકારી તૈનાત રહેશે. 52 મહિલા પોલીસની જરી ટીમ તૈનાત રહેશે. 82 પીસીઆરવાન, 200 હોક સ્કવોડ, 10 ક્યુઆરટી ટીમ, 2 એસઆરપીની કંપની, બોમ્બ ડિસ્પોઝલ ટીમો અને 300 બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ તૈનાત રહેશે. સાઇબર ક્રાઇમ ઓન લાઇન રેવ પાર્ટીના બુકીંગ અને સોશિયલ મીડિયા પર વોચ રાખશે. ક્રાઇમ બ્રાંચ. એસઓજી અને એટીએસ સહિતની ટીમો પેટ્રોલીંગ કરશે. પાર્ટીમાં દારુડીયા ન ઘુસે અને સીસીટીવી, પુરુષ-સ્ત્રી સિક્યુરિટી, ખુલ્લી જગ્યામાં 10 વાગ્યા સુધી અને બંધ જગ્યામાં 12 વાગ્યા સુધી પરમીશન આપવામાં આવી છે. તમામ આયોજકોને સુચનાઓનુ પાલન કરવા અલગ અલગ વિસ્તારમાં મીટીંગ લઇ જણાવ્યુ છે.નાકાબંધી પોઇન્ટ હજુ નક્કી થયા નથીશહેરના અલગ અલગ વિસ્તારોમાં દારુ પીધેલા અને બહારથી આવતા લોકોને તપાસવા માટે નાકા બંધી પોઇન્ટ મુકવામાં આવે છે. જોકે હજુ સુધી શહેરના એક પણ ડીસીપીએ નાકાબંધીના પોઇન્ટ તૈયાર કર્યા નથી. તમામ ડીસીપીઓની જવાબદારી છતાં તેમણે સ્થાનિક પીઆઇને પોઇન્ટ કામ સોપી દીધા છે.રોમીયોને પકડવા માટે બાવન મહિલા પોલીસની જરી ટીમ તૈનાત રહેશેશહેરમાં ૩૧મી રાત્રે યુવતીઓ સુરક્ષિત રહે તે માટે કમિશનરે ખાસ બાવર પોલીસ સ્ટેશનની બાવન મહિલા પોલીસની જરી ટીમને તૈનાત કરાઇ છે. આ જરી ટીમ પાર્ટી અને આસપાસના સ્થળો પર ફરશે અને મહિલાઓની છેડતી કરનાર શખસોને પકડશે. રોમીયોગીરી કરનાર શખસોને પહેલી વાર મહિલા ક્રાઇમ અને જરી ટીમ બંને પકડવા માટૈ તૈયાર રહી છે.મે આઇ હેલ્પ યુ ના સ્ટોલ અને બોર્ડ લગાવાશેશહેર પોલીસ મે આઇ હેલ્પ યુ ના સ્ટોલ સીજી રોડ સહિત અલગ અલગ જગ્યાએ મુકવામા આવશે અને તેના બોર્ડ પણ લગાવવામાં આવશે. કોઇનુ પાકીટ, બાળકો કે પછી મોબાઇલ ગુમ થાય તો તે લોકો પણ આ સ્ટોલ પર જઇ મદદ માંગી શકશે

Download Our B K News Today App



Related News