સૂઇગામ ઝીરો પોઇન્ટ બોર્ડર પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 10:27:13
  • Views : 651
  • Modified Date : 2020-03-11 10:27:13

 સુઇગામ નજીક આંતરરાષ્ટ્રીય બોર્ડર ઝીરો પોઇન્ટ બોર્ડર ટુરીઝમ પર કોરોના વાઇરસને લઇ સીમા સુરક્ષા દળ દ્વારા પ્રવાસીઓને અવરજવર પર પાબંધી લગાવી હોવાનું માહિતગાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. વિશ્વમાં કહેર મચાવતા કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આમ આંતરરાષ્ટ્રીય બોર્ડર ઝીરો પોઇન્ટ રોજના મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હતા. પરંતુ બી.એસ.એફ. જવાનોના સ્વાથ્યને ધ્યાને રાખી બી.એસ.એફ. દ્વારા કોરોના વાઇરસનો ચેપ ના ફેલાય તે માટે પ્રવાસીઓની અવર-જવર પર પાબંધી લગાવવામાં આવી હોવાનું માહિતગાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જોકે પ્રસિદ્ધ યાત્રાધામ નડાબેટ અવર-જવર માટે કોઈ પાબંધી નથી.

Download Our B K News Today App



Related News