કોરોનાને લઈને રાજસ્થાન-ગુજરાત બોર્ડર સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 14:05:18
  • Views : 336
  • Modified Date : 2020-03-24 14:05:18

કોરોનાને લઈને રાજસ્થાન-ગુજરાત બોર્ડર સીલ હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે.  ત્યારે દેશના તમામ જિલ્લાઓ અને શહેરો  પ્રભાવિત થયા છે.  ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા ૩૧ માર્ચ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને જીવન જરૂરિયાત સિવાયની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ પગલે અંબાજીથી ૭ કિલોમીટર દૂર આવેલી છાપરી રાજસ્થાન બોર્ડરને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા તમામ લોકો અને વાહનો પર અહી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહી રાજસ્થાન પોલીસના જવાનો ફરજ બજાવતા જોવા મળે છે. આ ચોકી રાજસ્થાન સરકારની છેલ્લી ચોકી હોઈ અહી બેરિકેડ લગાવી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ ચોકી સીલ કરેલી હોઈ અહી ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો પણ પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવામાં આવ્યું હતું.અંબાજી ખાતે પોલીસે દ્વારા બજારો બંધ કરાવ્યાઅંબાજી પોલીસ દ્વારા બજારમાં આવી લોકોને અપીલ કરવામાં આવી હતી અને જાહેરનામાનું પાલન કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. અહી ૧૪૪ ધારા લાગેલી હોઈ બજાર ખુલ્લું જોવા મળતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય અંબાજી પાસેના હડાદ અને દાંતાના બજારો પણ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા.


Download Our B K News Today App



Related News