રાજ્યના શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારીથી હડકંપ, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વપરાતી સામગ્રી કચરામાંથી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 17:47:48
  • Views : 450
  • Modified Date : 2019-12-30 17:47:48

હાલ રાજ્યના શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. પીરાણા ડમ્પિંગ સાઈટ નજીક આવેલા ગોડાઉનમાં બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ મળી આવી છે.બોર્ડની પરીક્ષામાં વપરાતા સ્ટીકર, ઉત્તરવહી, ખન્ડનિરીક્ષકના આઈ કાર્ડ, OMR શીટના કવર, GTU ના સિક્કાવાળા કવર, નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ, પોલીસ સબઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ પ્રિલીમીનરી પરીક્ષાના કવર, HSC માર્ચ 2017ની પરીક્ષાના કવર, OMR શીટના પેકીંગ કવર, GTU ની ઉત્તરવહી, પ્રશ્નપત્રો, બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્ર, માર્ચ 2019ના પ્રશ્નપત્ર, પ્રાયોગિક પરીક્ષા 2019ના સીલબંધ કવર, જવાબ લખેલી બોર્ડની ઉત્તરવહી, ધોરણ 12 સાયન્સની માર્કશીટ, વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટની ઝેરોક્ષ, એલસીની ઝેરોક્ષ મળી આવી છે.ડમ્પિંગ સાઈટ પાસે આવેલા ગોડાઉનમાંથી નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ મળી આવી છે. આ ઉપરાંત પણ બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય એવી એવી સામગ્રીઓ મળી આવ્યું છે.

પીરાણા ડમ્પિંગ સાઈટ નજીક કચરામાંથી શું શું મળ્યું…

– પરીક્ષામાં વપરાતા સ્ટીકર
– ઉત્તરવહી
– ખન્ડનિરીક્ષકના આઈ કાર્ડ
– OMR શીટના કવર
– GTU ના સિક્કાવાળા કવર
– નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ
– પોલીસ સબઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ પ્રિલીમીનરી પરીક્ષાના કવર
– HSC માર્ચ 2017ની પરીક્ષાના કવર
– OMR શીટના પેકીંગ કવર
– GTUની ઉત્તરવહી
– પ્રશ્નપત્રો, બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્ર
– માર્ચ 2019ના પ્રશ્નપત્ર
– પ્રાયોગિક પરીક્ષા 2019ના સીલબંધ કવર
– જવાબ લખેલી બોર્ડની ઉત્તરવહી
– ધોરણ 12 સાયન્સની માર્કશીટ
– વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ
– પાસપોર્ટની ઝેરોક્ષ
– એલસીની ઝેરોક્ષ મળી આવી

આજે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પસ્તીમાં જોવા મળ્યું છે. આ તમામ સામગ્રી સ્ક્રેપના ગોડાઉનમાંથી મળી આવી છે. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તમામ સામગ્રી અમદાવાદ, પોરબંદર, રાજકોટની છે, જે 2015થી 2019 સુધીની છે. સરફરાઝ નામના વ્યક્તિના ગોડાઉનમાંથી આવી સામગ્રી મળી આવી હતી, જે બે મહિના પહેલા આ સામગ્રી ગાંધીનગરથી લવાઈ હતી. આમ, આ તમામ સામગ્રી અનેક સવાલો ઉભા કરી રહી છે.

Download Our B K News Today App



Related News