બોરની ઉમરાન-અજમેરી વેરાઈટીના શું લક્ષણો છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 17:22:14
  • Views : 420
  • Modified Date : 2020-01-06 17:22:14


બોરની વિવિધ વેરાઇટીઓ બજારમાં આવી રહી છે. તેમ છતાં ઘણાં ખેડૂતો ઉમરાન અને અજમેરી જેવી વેરાઇટીના બગીચા પણ ધરાવતા હોય છે. બોરની ઉમરાન જાતનો ફેલાવો વધારે હોય છે. તેમાં પાનનો આકાર લંબગોળ હોય છે. પાનનો નીચેનો ભાગ સાંકડો અને ટોચનો ભાગ પહોળો અને બુઠ્ઠો તેમજ બાજુ પરના ભાગ થોડાક વળેલો હોય છે. આ જાતમાં ફળ થોડા મોડા તૈયાર થવા ઉપરાંત માવો કઠણ પ્રકારનો હોય છે. ફળની ગુણવત્તા  અને ટકાઉશક્તિ સારી હોય છે. મીઠાશ ધરાવતા ફળોવાળી જાતમાં ફળનું કદ સામાન્ય રીતે મોટું, અંડાકાર અને ટોચનો ભાગ ગોળ હોય છે. પરિપક્વ ફળની છાલ લીલાશ પડતા પીળા રંગની, સુંવાળી અને ચળકાટ ધરાવે છે. ફળનું વજન આશરે ૨૪ ગ્રામ અને ઠળિયાનું વજન ૧.૧ ગ્રામ છે. દૂરના સ્થળ સુધી પરિવહન કરી શકાય છે. ફળનું સરેરાશ ઉત્પાદન ૬૦થી ૭૦ કિગ્રા. પ્રતિ ઝાડ મળે છે. અજમેરી બોરની વેરાઇટીમાં ઝાડનો ઘેરાવો વધારે થાય છે. અને તેમાં ફળ મોડા પાકવા ઉપરાંત લંબગોળ પ્રકારના હોય છે. ફળનું સરેરાશ વજન ૨૩.૬ ગ્રામ અને કદ ૨૩ ઘન સેમી. છે. ફળની ટકાઉશક્તિ સારી છે. સરેરાશ ઉત્પાદન ૯૦થી ૧૦૦ કિગ્રા. પ્રતિ ઝાડ મળે છે.


Download Our B K News Today App



Related News