આજથી 17 કોમ્યુનિટી હોલ માટે બુકિંગ શરૂ, ગાઈડલાઈન મુજબની સંખ્યામાં જ પ્રસંગમાં હાજરી આપવા દેવામાં આવશે

  • Published By :
  • Published Date : 2020-09-11 13:33:03
  • Views : 280
  • Modified Date : 2020-09-11 13:33:03

       આજથી રાજકોટ શહેરના 17 કોમ્યુનિટી હોલ માટેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. અરજદાર રાજકોટ મનપાની વેબસાઈટ www.rmc.gov.in પર ફક્ત ઓનલાઈન રિઝર્વેશન કરી શકશે. પરંતુ જે-તે સમયે સરકારની પ્રસંગ યોજવા માટેની જે ગાઈડલાઈન હશે તે મુજબ અને તેટલી સંખ્યામાં જ લોકોને પ્રસંગમાં હાજરી આપવા દેવાશે. મનપાએ ઓનલાઈન બુકિંગ કરવા માટે લોકોને અનુરોધ કર્યો છે.અનલોક-4માં કેન્દ્ર અને રાજ્ય સરકારે લગ્ન પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ શરૂ કરવા છૂટછાટ આપતા મનપાએ શરતોને આધિન રિઝર્વેશન શરૂ કરવાનું નક્કી કર્યું છે. રિઝર્વેશન આજે સવારથી શરૂ કરી દેવામાં આવી છે. મનપાની વેબસાઇટ અથવા એપ પર ઓનલાઇન બુકિંગ કરવા મનપાએ અનુરોધ કર્યો છે.પ્રસંગ યોજવા ગાઇડલાઇન મુજબની સંખ્યામાં જ લોકોને પ્રસંગ યોજવા દેવામાં આવશે. હાલ રિઝર્વેશન સમયે સંબંધિત પ્રાંત અધિકારીની મંજૂરી રજૂ કરવાની જરૂર નથી, પરંતુ જ્યારે પ્રસંગ હોય તે તારીખના 10 દિવસ પહેલા પ્રસંગ યોજવા અંગેની સંબંધિત પ્રાંત અધિકારીની લેખિત મંજૂરી મેળવી એસ્ટેટ વિભાગમાં રજૂ કરવાની રહેશે. આ સાથે જ સરકારની તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ગાઈડલાઈનનો ભંગ કરનારને દંડ પણ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News