બોલીવૂડ શોકમગ્ન: હૃદય રોગનો હુમલો આવતા ગોલમાલ ફિલ્મની 'રત્ના'નું નિધન, ચાહકો ભાંગી પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 12:42:59
  • Views : 226
  • Modified Date : 2022-04-17 12:42:59

 

ગોલમાલની રત્નાનું નિધન 

હાર્ટ એટેક દ્વારા થયું મૃત્યુ 

પ્રેમથી 'દીદી'નાં નામે ઓળખાતા હતા  

ગોલમાલની રત્નાનું નિધન 

હિંદી સિનેમા અને ટીવી જગતથી એક વાર ફરી દુખદ સમાચાર આવ્યા છે. 'ગોલમાલ'ની રત્ના એટલે કે મંજૂ સિંહ હવે આ દુનિયામાં રહ્યા નથી.  તેમણે ગઈકાલે એટલે કે 15 એપ્રિલનાં રોજ આ દુનિયાની વિદાય લીધી. તેમના નિધનની દુખદ જાણકારી ગીતકાર, ગાયક અને પટકથા લેખક સ્વાનંદ કિરકિરે ટ્વીટર પર એક ટ્વીટ કરીને આપી છે. 

 

હાર્ટ એટેક દ્વારા થયું મૃત્યુ 

મંજૂ સિંહનાં નિધનની જાણકારી બાદ ટીવી અને સિનેમામાં શોકનું વાતાવરણ છે. રિપોર્ટ્સનું માનીએ તો તેમનું નિધન હાર્ટ એટેકને કારણે મુંબઈમાં થયું હતું. સ્વાનંદ કિરકિરેએ મંજૂ સિંહની એક તસવીર શેર કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. 

ટ્વીટ કરીને આપી જાણકારી 

સ્વાનંદ કિરકિરે લખ્યું છે કે મંજૂ સિંહજી રહ્યા નથી. મંજૂજી મને દિલ્હીથી મુંબઈ લાવ્યા હતા દૂરદર્શન માટે તેમનો શો લખવા માટે. તેમણે DD માટે ઘણા શોઝ એક કહાની, શો ટાઈમ વગેરે બનાવ્યા હતા. રીશીકેશ મુખર્જીની ફિલ્મ ગોલમાલની રત્ના આપણી વ્હાલી મંજૂજી તમારો પ્રેમ કેમ ભૂલી શકાય. અલવિદા. 

મંજૂ સિંહે રીશીકેશ મુખર્જીની ફિલ્મ ગોલમાલમાં રત્નાની ભૂમિકા ભજવી હતી. પ્રેમથી દીદીનાં નામે ઓળખાતી મંજૂ બાળકોનાં શો, ખેલ ખિલૌનેનાં એન્કર હતા. તેમણે સ્વરાજ, એક કહાની, શો ટાઇમ વગેરે બનાવીને પોતાની પ્રતિભા દુનિયાની સામે લાવ્યા હતા. તેમણે પોતાના શોઝનાં માધ્યમથી સામાજિક અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર વાત કરવાની પણ કોશિશ કરી હતી. 

વર્ષ 2015માં, તેમને રચનાત્મક કલા અને શિક્ષા ક્ષેત્ર માં તેમના યોગદાન માટે માન્યતા મળી હતી અને તેમને ભારત સરકાર દ્વારા કેન્દ્રીય શિક્ષા સલાહકાર બોર્ડઅ સદસ્ય તરીકે નામિત કરવામાં આવ્યા હતા. હાલમાં જ તેઓ બાળકો અને યુવાઓ માટે ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ સાથે જોડાયા હતા.

 

 

Download Our B K News Today App



Related News