બોલિવૂડ અભિનેતા ગોવિંદા યોગી પર થયા ફિદા: દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહી છે યોગી સરકાર, કર્યા વખાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 12:31:41
  • Views : 247
  • Modified Date : 2022-05-09 12:31:41

 

બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદા રવિવારે ઉત્તરપ્રદેશના બારાંબકી પહોંચ્યા હતા. અહીં તેમણે એક પ્રાઈવેટ મેન્યૂફૈક્ચરિંગ યુનિટનું ઉદ્ધાટન કર્યું અને યોગી સરકારના ભરપૂર વખાણ કર્યા હતા. ગોવિંદાએ કહ્યું હતું કે, આજે યુપી દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહ્યું છે. યોગી યુપી માટે ઈશ્વરની કૃપાસ્વરૂપ છે. 

યોગી સરકારના કર્યા ભરપૂર વખાણ

CM યોગીના ભરપૂર વખાણ કરનારા ગોવિંદ ક્યારેક કોંગ્રેસના સાંસદ પણ રહ્યા. જો કે, હાલમાં તેઓ રાજકારણથી દૂર છે. ગોવિંદાએ એવું પણ કહ્યું કે, આજે ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, વેપાર, ફિલ્મ ઈંડસ્ટ્રીઝ સુધીમાં પણ યુપી શાનદાર કામ કરી રહ્યું છે. ગોવિંદાએ યુપીમાં ફિલ્મ સિટીને લઈને યોગી આદિત્યનાથ સરકારના ભરપૂર વખાણ કર્યા હતા. 

યુપીનો માહોલ પહેલા કરતા વધારે સારો- ગોવિંદા

તેમણે કહ્યું કે, તેમની સરકારમાં રાજ્યનો માહોલ ફિલ્મ ઈંડસ્ટ્રીઝ અને વેપારીઓ માટે ઘણો ફ્રેંડલી થઈ ગયો છે. ગોવિંદાએ કહ્યું કે, યોગી સરકારમાં રાજ્યોમાં માહોલ વેપારીઓ અને ખાસ કરીને ફિલ્મ ઈંડસ્ટ્રીઝ માટે ઘણો સુગમ છે. ઉત્તર પ્રદેશનો માહોલ બાકીના રાજ્યો કરતા ઘણો સારો છે. 

યોગી સરકાર ફિલ્મ ઈંડસ્ટ્રીઝ માટે સારુ કામ કરે છે

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને તેમની સરકાર અહીં ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ જ કામ કરી રહી છે અને વિકાસ કરી રહી છે. બારાબંકીમાં ગોવિંદાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અહીં સૌ કોઈ ગોવિંદાને જોવા માગતા હતા. ગોવિંદાએ પ્લાંટનું ઉદ્ધાટન કર્યા બાદ કહ્યું કે, અહીં યુવાનોને વધારેમાં વધારે રોજગાર મળશે.

 

 

Download Our B K News Today App



Related News