ડીસાના જલારામ આરોગ્યધામ પાસેથી બોલેરોની ઊઠાંતરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 16:01:05
  • Views : 735
  • Modified Date : 2020-07-31 16:01:05

   પાલનપુરના સુરજપુરા ગામના કનુસિંહ રામસિંહ ચૌહાણના પુત્ર કિર્તીસિંહ (ઉ.વ.3) બિમાર હોઇ મંગળવારે ડીસાના જલારામ આરોગ્ય ધામની બાજુમાં આવેલી ડો. હિરેન પટેલના ત્યાં સારવાર અર્થે દાખલ કર્યા હતાં.જે દરમ્યાન કનુસિંહ ચૌહાણની બોલેરો જીપ નં. જીજે-01-એચઆર-5458ની હોસ્પિટલ આગળ પાર્ક કરીને સુઇ ગયા હતાં. જો કે વહેલી સવારે પાંચ વાગ્યે હોસ્પિટલ બહાર આવતા બોલેરો જીપ નજરે ન પડી હતી.આથી તેઓએ પરીવારને જાણ કરતાં તેઓ ડીસા આવી તપાસ કરતા કોઇ ભાળ મળી ન હતી.આ અંગે બોલેરોના માલિક ભેરસિંહ રામસિંહ ચૌહાણે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

Download Our B K News Today App



Related News