શેરગઢ તથા ધરણોધર ગામેથી ડિગ્રી વિનાના ઊંટવૈદ્ય ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 11:04:38
  • Views : 478
  • Modified Date : 2020-03-06 11:04:38

 ધાનેરા તાલુકાના શેરગઢ તથા ધરણોધર ગામે ખાનગી પ્રેકટીસ કરતા બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા. અને તેમની સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ધાનેરામાં સોમવારે તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ. ચૌધરી તથા ધરણોધર મેડીકલ ઓફિસર ડો. મિનાક્ષી રાજપુત અને તેમની ટીમ સાથે ધરણોધર તથા શેરગઢ ગામે તપાસ હાથ ધરી હતી. જેથી ધરણોધર ખાતે ખાનગી રીતે એક ઘરમાં પ્રેકટીસ કરતાં હરચંદભાઇ ભુદરાજી પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા. અને તેમને ત્યાંથી દવાનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો હતો. જ્યારે શેરગઢ ગામે રાજુભાઇ ઉકાભાઇ સોલંકીને પણ ખાનગી રીતે પ્રેકટીસ કરતાં ઝડપી પાડ્યા હતા. તેમને ત્યાંથી પણ દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ બન્ને બોગસ તબીબો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમ ટીએચઓ ડો. પી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું. ‘બોગસ ડોક્ટરો જિલ્લામાં મોટાપ્રમાણમાં છે અને તેમને પકડવા માટે તાલુકાની ટીમો ફરે છે. પરંતુ તેઓ પકડાતા નથી. પરંતુ હવેથી જે લોકો બોગસ ડોક્ટરોને મકાન કે દુકાન ભાડે આપશે તેવા લોકો સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવશે. જેથી આવા બોગસ ડોક્ટરોને કોઇએ મકાન કે દુકાન ભાડે આપવી નહીં. નહીં તો તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.’: ડો. એમ.જે. ફેન્સી (સીડીએચઓ)

Download Our B K News Today App



Related News