16 બોગસ એકાઉન્ટ ખોલી રૂપિયા જમા કરાવવા આવતા મજૂરોના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરતા શખ્સની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 14:49:15
  • Views : 919
  • Modified Date : 2020-02-27 14:49:15

રાજીલ જાવીયા નામના શખ્સે અલગ અલગ બેંકમાં 16 જેટલા બોગસ ખાતા ખોલી એટીએમમાં રૂપિયા જમા કરાવવા આવતા મજૂરો સાથે છેતરપીંડી આચરતો હતો. રાજીલ એટીએમની બહારથી લોકોને શિકાર બનાવતો હતો. બેંકના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દેવાના નામે રૂપિયા લૂંટતો હતો. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આરોપીએ 4 બોગસ બેંક ખાતા ખોલ્યા છે. જેના દ્વારા બેંકના ખાતામાં અન્ય લોકોના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દેતો હતો. સાયબર ક્રાઇમનો આ અનોખો કિસ્સો છે. જેમાં આરોપીએ કુલ 16 બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાનું સામે આવ્યું છે.

Download Our B K News Today App



Related News