થરાદની નહેરમાંથી લવાણાના યુવકની લાશ મળતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 11:23:51
  • Views : 575
  • Modified Date : 2020-07-01 11:23:51

થરાદના નાગલા ગામની સીમમાંથી  પસાર થતી મુખ્ય નર્મદા નહેર પર આવેલા પુલ નજીક સોમવારે પાણીના વહેણમાં યુવકની લાશ જણાઇ આવતાં રાહદારીએ પોલીસ મથકે જાણ કરતાં નગરપાલિકા તરવૈયાનો સંપર્ક કરાતાં તરવૈયા સહિત ફાયર ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે તરવૈયા સુલ્તાનભાઈ મીર દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી. જેમાં મૃતક યુવકની ઓળખ થતાં દિયોદર તાલુકાના લવાણા ગામનો નથાભાઈ જગતાભાઈ રાજપૂત (27) હોવાનું જાણવા મળતાં પરિવારજનોને જાણ કરવામાં આવતાં પરિવાર ઘટના સ્થળે આવી પીએમ તેમજ પોલીસ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતાં લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી. યુવકના મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી તેવું આઈએસઆઈ રવજીભાઈ ભટ્ટે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News