પાલનપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 13:41:55
  • Views : 487
  • Modified Date : 2020-08-13 13:41:55

     15 મી ઓગષ્ટએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને બનાસકાંઠા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કોરોના મહામારીના વિકટ સમયે જરૂરિયાતવાળા વ્યક્તિઓને સહેલાઈથી બ્લડ મળી રહે તેવા હેતુસર પાલનપુર અને વડગામ તાલુકાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરિવાર દ્વારા 14 ઓગસ્ટના રોજ સવારે 8-00 કલાકે ઉમિયા વિદ્યાલય, ગણેશપુરા પાલનપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુ પ્રમાણમાં બ્લડ એકત્ર થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ તથા બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.એન.બી.ચાવડાએ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવવાં લોકોને અનુરોધ કર્યો છે.

Download Our B K News Today App



Related News