સૌરાષ્ટ્રની ધરતી એ દાન, ધર્મ તેમજ સંતોની તપસ્યાની ભૂમિ ભાજપ અને એનડીએની સરકારે કરેલા કામોના હિસાબ આજે ગુજરાતની જનતાને આપવા આવ્યું છુ તમારો વોટ સેનાની સુરક્ષા માટે જરૂરી મોદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:27:06
  • Views : 413
  • Modified Date : 2019-04-11 06:38:37

આજરોજ ગુજરાતના પનોતાપુત્ર અને દુનિયામાં ભારત દેશનો ડંકો વગાડનાર એવા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રથમ પ્રચાર પ્રવાસની શરૂઆત સૌરાષ્ટ્રના જુનાગઢ ખાતેથી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુનાગઢ ખાતે એક વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, સોરઠ અને કાઠીયાવાડની ધરતી એ હરી અને હરની ભૂમિ છે. સૌરાષ્ટ્રની ધરતી એ દાન, ધર્મ અને સંતોની તપસ્યાની ભૂમી છે. ગીરના સાવજ અને કેસર કેરીની ભૂમિ છે. ૨૦૧૪ના લોકતંત્ર મહોત્સવમાં ગુજરાતની જનતાએ દેશની સેવા અર્થે જે જનાદેશ આપ્યો હતો તેમાં ભાજપા અને એનડીએની સરકારે કરેલા કામોનો હિસાબ આજે ગુજરાતની જનતા સમક્ષ આપવા આવ્યો છું. કેન્દ્રમાં ભાજપાની સરકાર ઉપર એકપણ ભ્રષ્ટાચારનો દાગ લાગેલ નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ એ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઇ છે, ત્યારે તેમના ખાતામાં તુગલઘ રોડ ભ્રષ્ટાચારી ગોટાળાના નામથી ભ્રષ્ટાચારના વધુ એક કૌભાંડનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશમાં સરકાર બન્યાંને માત્ર ૬ મહિના પણ નથી થયાંને કોંગ્રેસના મુખ્યમંત્રીના સગાસંબંધીઓ અને તેઓના સૌથી અંગત કહેવાતાં કર્મચારીઓ પાસેથી નોટોના બંડલો ને બંડલો નિકળવા માંડ્‌યા છે. મધ્યપ્રદેશ તો એક માત્ર સેમ્પલ છે, આપસૌ એ વિચારવાનું છે કે, આ સેમ્પલમાં જો આવું થઇ શકતું હોય તો જો ભુલેચૂકે પણ દેશનું સુકાન કોંગ્રેસના હાથમાં આવે તો તેઓ દેશની શું હાલત કરે ? કોંગ્રેસે ગર્ભવતી મહિલાઓને અપાતી નાણાંકિય મદદના પૈસા પણ લૂંટી લીધા છે. ગરીબોનો કોળીયો ઝૂંટવીને નેતાઓના પેટ ભર્યા છે. કોંગ્રેસ માત્ર પૈસા લુંટવા માટે જ સત્તામાં આવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ કર્ણાટક કોંગ્રેસના એટીએમ મશીન બની ગયા છે. નહેરૂ-ગાંધી પરિવારે હંમેશાથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નફરત રાખી છે. તેઓએ ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબનું હંમેશા અપમાન અને અવગણના કરી હતી.


Download Our B K News Today App



Related News