ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ ભાજપની ટીમને જીતનો મંત્ર આપશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-24 14:10:53
  • Views : 85
  • Modified Date : 2024-02-24 14:10:53

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. આજે દિલ્હીમાં પાર્ટીના ચૂંટણી પ્રભારીઓની મહત્વની બેઠક યોજાવવા જઈ રહી છે, જેમાં વડાપ્રધાન મોદીના 400 પ્લસ સીટના ટાર્ગેટને પુરો કરવાની રણનીતિ પર મંથન કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને અમિત શાહ હાજર રહેશે. ભાજપ ચૂંટણી પ્રભારીઓની બેઠક સવારે 10 વાગ્યાથી ભાજપ મુખ્યાલયમાં થશે.ભાજપને ત્રીજી વખત NDA સરકાર બનાવાનો વિશ્વાસ છે. આ કડીમાં ભાજપમાં ચૂંટણીની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. બેઠકમાં રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારી સામેલ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ ભાજપની ટીમને જીતનો મંત્ર આપશે. બેઠકમાં તમામ રાજ્યોમાં ચલાવવામાં આવતા ચૂંટણી કાર્યક્રમોની સમીક્ષા થશે. તેમાં લોકસભા ચૂંટણીને લઈ કરવામાં આવતા કામો પર પણ ચર્ચા થશે તો આગામી દિવસોમાં પાર્ટીના ચૂંટણી લક્ષ્યોની રૂપરેખા પણ તૈયાર થશે.આ વખતે ભાજપે નવી રણનીતિ હેઠળ નબળી સીટો માટે અલગથી રણનીતિ બનાવી છે તો 2019ની ચૂંટણીમાં ઓછા માર્જિનથી હારી ગયેલી સીટો પર પણ ફોક્સ કરવામાં આવ્યું છે. તે સિવાય દક્ષિણ ભારતમાં પણ ભાજપની સીટોને વધારવા માટે પ્લાન તૈયાર કર્યો છે. NDAના ઘટક દળોની સાથે ભાજપના ચૂંટણી અભિયાનને ધાર આપવા માટે ખાસ મુદ્દાઓ પસંદ કરવા. વડાપ્રધાન મોદીએ જાતે ભાજપ માટે 370 પ્લસ અને એનડીએ માટે 400 પાર સીટ જીતવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. આગામી લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે સીટ જીતવા માટે ભાજપે ‘જ્ઞાન’ પર ફોક્સ કર્યુ છે. ‘જ્ઞાન’નો મતલબ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી છે. ભાજપને કાઉન્ટર કરવા માટે ઈન્ડિયા ગઠબંધન પોતાની રણનીતિ બનાવવામાં લાગ્યુ છે. કોંગ્રેસનું આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન નક્કી માનવામાં આવી રહ્યું છે, જ્યારે મમતા બેનર્જીની સાથે સ્થિતિ સાફ થઈ રહી નથી. બંને પાર્ટીઓની વચ્ચે હા કે નાની ગેમ રમાઈ રહી છે.2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએએ 353 સીટ પર જીત મેળવી હતી, જ્યારે યૂપીએ 91 અને અન્યએ 98 સીટ જીતી હતી. મતદાન 11 એપ્રિલથી 19 મેની વચ્ચે સાત ચરણમાં થયુ હતું. ત્યારે મતદાન લગભગ 67 ટકા થયુ હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં લોકસભા ચૂંટણી થશે. ચૂંટણી પંચ માર્ચમાં ચૂંટણીનો શેડ્યુલ જાહેર કરી શકે છે, આ પહેલા રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિને અંતિમ રૂપ આપવાનું શરૂ કરી દીધુ છે.

Download Our B K News Today App



Related News