40 વર્ષ બાદ ભાજપે ઈતિહાસ સર્જ્યો: વિધાનસભા બાદ વિધાનપરિષદમાં પ્રચંડ જીત, સપાના સૂપડા સાફ કરી નાખ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 17:11:17
  • Views : 257
  • Modified Date : 2022-04-12 17:11:17

 

યુપીમાં ભાજપની પ્રચંડ જીત

એમએલસી ચૂંટણીમાં શાનદાર જીત

સપાએ હજૂ ખાતુ પણ નથી ખોલાવ્યું

 

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ ફરી એક વાર ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો છે. વિધાનસભામાં બહુમતની સાથે હવે ભાજપ વિધાન પરિષદમાં પણ બહુમત મેળવી ચુકી છે. રાજ્યમાં આવું 40 વર્ષ બાદ થયું છે. જ્યારે કોઈ પાર્ટી વિધાનસભા અને વિધાન પરિષદ બંને જગ્યાએ પ્રચંડ જીત મેળવી હોય. આ અગાઉ 1982માં કોંગ્રેસે બંને સદનમાં બહુમત મેળવ્યો હતો.

સમાજવાદી પાર્ટીનું ખાતુ પણ ન ખુલ્યું

9 એપ્રિલે 36 સીટો પર થયેલી ચૂંટણીમાં ભાજપને 33 સીટો પર બહુમત મળ્યો છે. જ્યારે કેટલીય સીટો પર તેમના ઉમેદવારો જીતી ચુક્યા છે. સમાજવાદી પાર્ટીનું હજૂ સુધી ખાતું નથી ખુલ્યું. બે સીટો આઝામગઢ અને વારાણસીમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે, જ્યારે પ્રતાપગઢ સીટમાંથી જનસત્તા દળ લોકતાંત્રિકના અક્ષય પ્રતાપ સિંહ આગળ ચાલી રહ્યા છે. 

 

27માંથી 24 સીટ ભાજપે જીતી

અહીં ઉલ્લેખનીય છે કે, 9 સીટો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા, 27 સીટો માટે 9 એપ્રિલે મતદાન થયું હતું. મંગળવારે થઈ રહેલી મતગણતરીમાં 27માંથી 24 સીટો પર ભાજપ જીતી લીધી છે અથવા તો આગળ ચાલી રહ્યા છે. ત્રણ સીટો પર અપક્ષ ઉમેદવાર જીત્યા છે અથવા આગળ ચાલી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ ખાતુ નથી ખોલાવ્યું.  હાલત એવી છે કે, સપાનો ગઢ ગણાતા આઝમગઢમાં પણ પાર્ટી ત્રીજા નંબરે આવી છે. અહીં ભાજપમાંથી હટાવેલા યશવંત સિંહના દિકરા વિક્રાંત સિંહ રિશુએ અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી છે.

 

વિધાન પરિષદમાં પણ બહુમત

33 સીટો પર જીતની સાથે ભાજપને ઉપલા ગૃહમાં પણ બહુમત મળ્યો છે. હાલના સમયમાં 100માંથી ભાજપની પાસે 35 ધારાસભ્યો હતો. 33 ધારાસભ્યોની જીતની સાથે જ આ સંખ્યા હવે 68 થઈ ગઈ છે. જે બહુમતના આંકડાથી 51 વધારે છે. સમાજવાદી પાર્ટી હાલના સમયમાં 17 ધારાસભ્યો છે. વિધાનસભામાં બહુમત બાદ હવે સરકારને કોઈ પણ બિલ પાસ કરવામાં એકદમ સરળતા રહેશે.

 

Download Our B K News Today App



Related News