ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જાણો ભાજપની પ્રથમ યાદીમાં ક્યાં નેતાઓની ટિકિટ કપાઈ છે અને કોને રિપીટ કરવામાં આવ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-10 14:08:48
  • Views : 1510
  • Modified Date : 2022-11-10 14:10:58


ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. જેને લઈને ભાજપે પણ ઉમેદવારોનો નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ યાદીમાં કેટલા નેતાઓના પત્તા કપાયા છે અને કેટલા નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે. બીજેપીએ પ્રથમ તબક્કામાં 160 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં છે. પ્રથમ યાદીમાં બીજેપીએ 38 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જોકે, બીજેપી તરફથી જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ટિકિટ નથી આપવામાં આવી તેમણે પોતાની મરજીથી ચૂંટણી ન લડવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.


નંબર

બેઠક

કોની ટિકિટ કપાઈ

કોને ટિકિટ મળી

3

ભુજ

નીમાબેન આચાર્ય

કેશવલાલ શિવદાસભાઈ પટેલ

4

અંજાર

વાસણભાઈ આહિર

ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા

8

થરાદ

પરબતભાઈ પટેલ

શંકરભાઈ ચૌધરી

13

ડીસા

શશિકાંતભાઈ પંડ્યા

પ્રવીણભાઈ ગોરધનજી માળી

25

મહેસાણા

નીતિનભાઈ પટેલ

મુકેશભાઈ દ્વારકાપ્રસાદ પટેલ

28

ઈડર

હિતેશભાઈ કનોડિયા

રમણભાઈ ઇશ્વરલાલ વોરા

42

વેજલપુર

કિશોરભાઈ ચૌહાણ

અમિતભાઈ ધીરજલાલ ઠાકર

44

એલિસબ્રિજ

રાકેશ શાહ

અમિતભાઈ પોપટભાઈ શાહ

45

નારાણપુરા

કૌશિકભાઈ પટેલ

જિતેન્દ્ર પોપટભાઈ શાહ

47

નરોડા

બલરામ થાવાણી

પાયલબેન મનોજકુમાર કુકરાણી

48

ઠક્કરબાપા નગર

વલ્લભભાઈ કાકડિયા

કંચનબેન વિનુભાઈ રાદડિયા

53

મણિનગર

સુરેશભાઈ પટેલ

અમૂલભાઈ ભટ્ટ

55

સાબરમતી

અરવિંદભાઈ પટેલ

હર્ષદભાઈ રણછોડભાઈ પટેલ

56

અસારવા

પ્રદીપભાઈ પરમાર

દર્શનાબેન વાઘેલા

58

ધોળકા

ભુપેન્દ્રસિંહ ચુડાસમા

કિરિટસિંહ સરદારસિંહ ડાભી

62

વઢવાણ

ધનજીભાઈ પટેલ

જિગ્નાબેન સંજયભાઈ પંડ્યા

64

ધ્રાંગધ્રા

પરસોત્તમ સાબરિયા

પ્રકાશ વરોરા

68

રાજકોટ પૂર્વ

અરવિંદભાઈ રૈયાણી

ઉદયભાઈ પ્રભાતભાઈ કાનગડ

69

રાજકોટ પશ્વિમ

વિજય રૂપાણી

દર્શિતા પારસ શાહ

70

રાજકોટ દક્ષિણ

ગોવિંદભાઈ પટેલ

રમેશભાઈ વિરજીભાઈ ટિલાળા

78

જામનગર (ઉત્તર)

ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)

રિવાબા રવિન્દ્રસિંહ  જાડેજા

79

જામનગર દક્ષિણ

આર.સી.ફળદુ

દિવ્યેશ રણછોડભાઈ અકબરી

99

મહુવા

રાઘવજીભાઈ મકવાણા(આર.સી)

શિવાભાઈ જેરામભાઈ ગોહિલ

107

બોટાદ

સૌરભભાઈ પટેલ

ઘનશ્વામભાઈ પ્રાગજીભાઈ વિરાણી

115

માતર

કેસરીસિંહ સોલંકી

કલ્પેશભાઈ આશાભાઈ પરમાર

126

ગોધરા

સી.કે. રાઉલજી

ચંદ્રસિંહ કનકસિંહ રાઉલજી

127

કાલોલ

સુમનબેન પ્રવીણસિંહ ચૌહાણ

ફતેસિંહ ચૌહાણ

143

અકોટા

સીમાબેન મોહિલે

ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ

144

રાવપુરા

રાજેન્દ્રભાઈ ત્રિવેદી

બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લા

153

ભરૂચ

દુષ્યંતભાઈ પટેલ

રમેશબાઈ નારણભાઈ મિસ્ત્રી

158

કામરેજ

બી.ડી.ઝાલાવડિયા

પ્રફુલભાઈ પાનસેરિયા

164

ઉધના

વિવેકભાઈ પટેલ

મનુભાઈ મોહનભાઈ પટેલ

175

નવસારી

પિયુષ દેસાઈ

રાકેશ ગુણવંતભાઈ દેસાઈ

136

વાઘોડિયા

મધુ શ્રીવાસ્તવ

અશ્વિનભાઈ નટવરભાઈ પટેલ

 

 

1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

 

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

 

2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

Download Our B K News Today App



Related News