સંઘ સાથે જોડાયેલા ભાજપના મહામંત્રી ભીખુ દલસાણિયાને મહત્ત્વની જવાબદારી મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 14:12:47
  • Views : 641
  • Modified Date : 2020-09-04 14:12:47

       સી આર પાટીલના ભાજપ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાં અને પક્ષ બહાર એક ચણભણ શરૂ થઇ ગઇ કે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાંથી ગુજરાતમાં કોણ. પરંતુ આ સ્થિતિ કાંઇક ધીરે-ધીરે સ્પષ્ટ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા આ વિકલ્પ તરીકે ઊભરી રહ્યા હોય તેવું પ્રસ્થાપિત થતું જોવા મળી રહ્યું છે.ગુરુવારે અંબાજીથી શરુ થયેલા પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસમાં દલસાણીયા પાટીલની સતત સાથે જ દેખાઇ રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્યો સાથેની બેઠકમાં પાટીલે તેમને સ્પષ્ટ કહ્યું કે આવતી ચૂંટણીમાં ટીકિટ કોને આપવી કે ન આપવી તે ભીખુભાઇ નક્કી કરશે. ખરેખર તો આ મુદ્દો પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી તથા અન્ય કોર ગૃપના સભ્યો સાથે મળીને નક્કી કરે અને ત્યારબાદ હાઇકમાન્ડને આ યાદી મોકલાય છે. પરંતુ પાટીલે આવતી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાની જવાબદારી ભીખુ દલસાણીયા પાસે હશે તેમ કહીને મોટો ઇશારો આપ્યો છે.પાર્ટીના સૂત્રો તરફથી જાણવા મળ્યા અનુસાર દલસાણીયા છેલ્લાં એક સપ્તાહમાં તાબડતોબ દિલ્હી જઇને ગુપચૂપ કોઇ મોટા નેતા સાથે મુલાકાત કરી આવ્યા છે. તેમના દિલ્હીથી આવ્યા બાદ જ આ પરિવર્તન દેખાયું છે. તે પહેલા પાટીલ અને દલસાણીયા વચ્ચે ખાસ્સું એવું અંતર હતું. સૌરાષ્ટ્રમાંથી જ આવતા હોવા છતાં દલસાણીયા પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ વખતે ક્યાંય ખાસ દેખાયા નહીંદલસાણીયા મૂળે જામનગરના ધ્રોલના વતની છે અને વર્ષોથી આરએસએસના સંગઠન સાથે જોડાયેલા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક જ પ્રચારકની જવાબદારી નિભાવી છે, લગ્ન કર્યાં નથી અને કોઇપણ પ્રકારની ચૂંટણી લડવાના પણ અનુભવી નથી. પણ ભાજપ અને સંઘના લોકો માટે ભીખુભાઇ મોટું નામ છે. તેઓ સંઘ અને ભાજપ સંગઠન વચ્ચે કડીરૂપ ભૂમિકા વર્ષોથી ભજવે છે..

Download Our B K News Today App



Related News