ભાજપ મધ્યપ્રદેશ વિધાનસભામાં 16મીએ ફ્લોર ટેસ્ટની માંગ કરવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 14:53:52
  • Views : 392
  • Modified Date : 2020-03-12 14:53:52

મધ્યપ્રદેશમાં ભાજપ 16મી માર્ચથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં કોંગ્રેસની કમલનાથ સરકારને પાડવા માટે ફ્લોર ટેસ્ટની માગ કરી શકે છે. આમ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપમાં પ્રવેશ કર્યો છે અને તેમના સમર્થનમાં 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.ત્યારે કમલનાથ સરકાર માટે બહુમત પુરવાર કરવાનો પડકાર રહેલો છે.આમ 15 મહિના જૂની કમલનાથ સરકાર સામે ફ્લોર ટેસ્ટ પસાર કરવાની કટોકટી ઉભી થઈ છે. ત્યારે ભાજપના મધ્યપ્રદેશના વિધાનસભાના મુખ્ય દંડક નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.જેને પગલે અમે રાજ્યપાલ તેમજ વિધાનસભા સ્પીકરને રજૂઆત કરીને 16 માર્ચના ફ્લોર ટેસ્ટની માંગ કરીશું.આમ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર 22 ધારાસભ્યોનો પત્ર રાજ્યપાલ અને સ્પીકર પાસે છે.ત્યારે આ  મામલે યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્યમાં આ સરકારે બહુમત ગુમાવી દીધું છે. કુલ 230  બેઠકો ધરાવતી મધ્યપ્રદેશ વિધાનસભામાં બે બેઠકો ખાલી પડી હોવાથી 228ની સંખ્યા સામે કોંગ્રેસ પાસે બળવા પૂર્વે 114 ધારાસભ્યો હતા. હવે 22 એમએલએના રાજીનામા પડ્યા છે ત્યારે બેઠક સંખ્યા 206 થઈ ગઈ છે.જેના આધારે ગૃહમાં 104 બહુમતનો આંકડો રહે છે. કોંગ્રેસ પાસે 92 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે.

Download Our B K News Today App



Related News