હરિયાણા / હારનું ઠીકરું ફોડવા માથુ મળી ગયું, હરિયાણા ભાજપના પ્રદેશ પ્રમુખે હોદ્દા પરથી રાજીનામું આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 14:53:54
  • Views : 522
  • Modified Date : 2019-10-24 14:53:54

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખતરામાં છે. મતગણતરીના રુઝાન પ્રમાણે મનોહરલાલ ખટ્ટરની સરકાર અત્યારે બહુમતીથી દૂર લાગી રહી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા પણ પોતે ટોહના સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. મત ગણતરી ચાલુ છે ત્યારે જ તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષના પદેથી રાજીનામુ આપી દીધું છે.

હરિયાણામાં પાર્ટીની ધારણા પ્રમાણે પરિણામ ન આવતા તેની જવાબદારી લઇને બરાલાએ પાર્ટી હેડઓફિસને રાજીનામુ મોકલી આપ્યું છે. એવું કહેવાઇ રહ્યું છે ખરાબ પ્રદર્શનના કારણે અમિત શાહે તેમને તતડાવ્યા હતા અને ત્યારબાદ આ નિર્ણય તેમણે લીધો છે. બરાલા ભાજપનો જાટ ચહેરો હતા. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર જાટ ન હતા તેથી જાટ સમાજના મતદારોને સાધવા માટે બરાલાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપી હતી.

પાર્ટીને આશા હતી કે બરાલાને શીર્ષ સ્થાને રાખવાથી 28 ટકા જાટ મતદારોને ભાજપ સાથે રાખવામાં સહાયતા થશે. જોકે તેનાથી ઉલટું થયું. બરાલા પોતે તેમના મતવિસ્તારમાં પણ જાટ મતદારોને સાથે લેવામાં અસફળ રહ્યા. બરાલાના સમર્થનમાં પ્રધાનમંત્રી મોદીએ રેલી પણ કરી હતી. અમિત શાહે પણ વીડિયો સંદેશ જાહેર કરીને બરાલાના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. ગુરદાસપુરના સાંસદ સની દેઓલે પણ રોડ શો કર્યો હતો. જોકે તેનાથી પરિણામમાં કોઇ ફેર પડ્યો નહીં. એક અન્ય પ્રમુખ જાટ નેતા કેપ્ટન અભિમન્યૂ પણ ચૂંટણી હારી ગયા છે. બરાલાને જનનાયક જનતા પાર્ટીના દેવેન્દ્રસિંહ બબલી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News