બિનસચિવાલય ક્લાર્કની પરિક્ષામા થયેલી ગેરરીતી બાબતે નિસ્પેકસ તપાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 17:46:15
  • Views : 520
  • Modified Date : 2019-11-21 17:46:15

તારીખ ૧૭ ડિસેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પરીક્ષા ને લઈ અલગ અલગ ગેરરીતિના આક્ષેપો થયા છે જેની યોગ્ય તપાસ કરી અને પરીક્ષા રદ કરવા માટે ગુજરાતના વિવિધ જિલ્લા માં NSUI ના કાર્યકરો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા આવેદન આપવા માં આવ્યા છે. જયારે પાટણ ખાતે NSUI ના કાર્યકરો અને અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં "વિદ્યાર્થી ત્રસ્ત સરકાર ભ્રષ્ટ" મુખ્ય મંત્રી હાય હાય જેવા નારાબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.પાટણ જિલ્લા NSUI પ્રમખે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષની કોઈ પણ પરિક્ષા હોય તેમાં અવાર નવાર આવી બાબતો બને છે વધુમાં જણાવ્યું હતું કે આ બાબત તપાસ કમિટી રચી છોડી ના દે પરંતુ આવી પરીક્ષામાં કાચું કાપનારા કૉભાંડીને પકડી સખત સજા કરે અને આ પરીક્ષા ફરીથી લેવા માંગણી કરી હતી અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો રેલીકાઢીશું અથવા જે પણ કરવું પડશે તે કરીશું.

Download Our B K News Today App



Related News