દિવાળી પછી પ્રદૂષણથી પીડાતા હો તો ઘરેલુ નુસખા અજમાવો, સ્વાસ્થ્યને થતું નુકસાન અટકાવી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 13:31:52
  • Views : 422
  • Modified Date : 2019-10-31 13:31:52

દિવાળી આવીને જતી રહી પણ હવામાં પ્રદૂષણ છોડી ગઈ. સરકારે ભલે ફટાકડાં ફોડવા પર રોક લગાવી હોય તેમ છતાં લોકોએ દિવાળીની ઉજવણીમાં ભરપૂર ફટાકડાં ફોડ્યા છે. જેની અસર હવામાનમાં વર્તાઈ રહી છે. પ્રદૂષણનો માર સામાન્ય જનતાને સહન કરવો પડી રહ્યો છે. દિવાળી પછી થયેલું વાયુ પ્રદૂષણ અનેક બીમારીઓ ફેલાવે છે. પરંતુ એવા કેટલાક ઘરેલુ નુસખાઓ છે જેને અપનાવીને તમે પ્રદૂષણથી સ્વાસ્થ્યને થતા નુકસાનથી બચાવી શકો છો.

ગોળ
ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગોળમાં એવા ઘણા એન્ટિબાયોટિક્સ તત્ત્વો જોવા મળે છે જેનાથી આપણાં શરીરની ગંદકી બહાર નીકળી જાય છે. આ સિવાય, ગોળ ખાવાથી લોહી, ફેફસાં, અન્નનળીમાં રહેલી ગંદકી શરીરમાંથી બહાર નીકળી જાય છે. જો તમે પ્રદૂષિત વાતાવરણથી બચવા માગતા હો તો દિવાળી પછી નિયમિત રીતે ગોળ ખાવાનું શરૂ કરી દો.

તુલસી
તુલસીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, તેથી તુલસીના પાનનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે દરરોજ 10-15ml તુલસીનો રસ પીશો તો તે તમારી શ્વાસનળીમાં રહેલાં પ્રદૂષકોને સાફ કરવામાં મદદ કરે છે. આ સિવાય, તમે 5-6 તુલસીના પાનને ઉકાળી લો અને તેમાં થોડું આદુ પીસીને નાખો. ત્યારબાદ તેમાં ગોળ નાખીને બરાબર ઉકાળો. આ પાણી ગાળીને પી લો. તુલસીનું આ મિશ્રણ પીવાથી તમારા શરીરમાં રહેલા ટોક્સિન દૂર થશે.

લીમડો
લીમડો એ ઔષધીય ગુણધર્મોનો ખજાનો પણ છે. તમે લીમડાના પાન ઉકાળીને પી શકો છો, આ તમારા શરીરમાં રહેલા દૂષિત કણોને દૂર કરશે. આ સિવાય, જો તમે લીમડાના પાંદડા ઉકાળી તે પાણીથી નહાશો તો તમારી ત્વચા પરના ઝેરી પદાર્થો દૂર થઈ જશે. જો તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર લીમડાના પાનનું સેવન કરતા હો તો તે તમારું લોહી શુદ્ધ બનશે અને તેના સેવનથી તમારા શરીરને પ્રદૂષણની અસર નહીં થાય.

વિટામિન Cથી ભરપૂર પદાર્થોનું સેવન કરો
તમારે તમારા આહારમાં વિટામિન Cથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. નારંગી અને લીંબુ વિટામિન C નો સારો સ્રોત છે. આ ફળોમાં જોવા મળતા તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે અને અનેક રોગો સામે લડવાની ક્ષમતા પણ પ્રદાન કરે છે. જો તમે વિટામિન Cથી ભરપૂર પદાર્થોનું સેવન કરશો તો પ્રદૂષણ તમારા શરીરને અસર કરશે નહીં.

Download Our B K News Today App



Related News