ડીસામાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમયઆદર્શમાં ૧ થી ૮ ભણ્યા હવે ૯ માં હવે પ્રવેશ માટે નન્નોડીસા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-11 11:32:25
  • Views : 968
  • Modified Date : 2019-05-11 11:32:25

એક તરફ સરકાર શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને શિક્ષણ આપવાની વાતો કરી રહી છે. તો બીજી તરફ ડીસામાં જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહેવું પડી રહ્યું છે. શાળાના સંચાલક મંડળ દ્વારા લેવાયેલા તઘલખી નિર્ણયથી ૫૮ વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ન સર્જાઈ ગયો છે.ડીસાના  પ્રતિષ્ઠિત  આદર્શ હાઈસ્કૂલ વર્ષોથી આ શાળા તેના ઉંચા શિક્ષણને લઈ નામ રોશન કરી રહી છે. પરંતુ બદલાયેલા સત્તા મંડળો દ્વારા લેવાયેલા નિર્ણયોએ આ સંસ્કાર મંડળના સંસ્કારો સામે સવાલો ઊભા કરી દીધા છે. સામાન્ય રીતે કોઈ પણ શાળામાં પ્રવેશ મેળવવાનો સૌથી પહેલો અધિકાર તે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો છે.  તેમ છતાં તે શાળાના વિદ્યાર્થીઓ પાસ થવા છતાં પ્રવેશથી વંચિત રહે તે ચોખ્ખો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કહેવાય.  આ અન્યાય આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સહન કરવો પડી રહ્યો છે. ડીસાની આદર્શ વિદ્યાલયમાં ધોરણ આઠમાં ઉંચી ટકાવારી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને જ આ શાળાએ એલ.સી. આપી દીધા છે અને શાળામાં પ્રવેશ આપવાની ધરાર ના પાડી દેવામાં આવતા આ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આ વિદ્યાર્થીઓને તેમની જ શાળા પ્રવેશ ન આપતી હોય તો અન્ય શાળાઓ તો કેવી રીતે પ્રવેશ આપશે....?આ શાળામાં અભ્યાસ કરતાં બાળકો તેમની જ શાળામાં પ્રવેશથી વંચિત રહી જતાં અત્યારે આ બાળકોના ભવિષ્ય પર સવાલ ઉભા થયા છે અને આ ૫૮ બાળકો હવે આગામી સમયમાં શું કરશે તે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે. ત્યારે આ બાળકોના વાલીઓ પણ બાળકોને પ્રવેશ ન આપવામાં આવતા વ્યાકુળ બની ગયા છે. શાળાના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે શાળા દ્વારા અન્ય શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ઈરાદાપૂર્વક પ્રવેશ પરીક્ષા યોજીને નાપાસ કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.શાળા સામે થઈ રહેલા સંગીન આક્ષેપો અંગે જ્યારે શાળાના ઇન્ચાર્જ આચાર્ય ચેતન જોષીનો સંપર્ક કર્યો. ત્યારે શરૂઆતમાં તો તેમણે તમામ બાળકોને પ્રવેશ આપી દેવાની વાત કરી હતી.  જ્યારે વાલીઓ દ્વારા પ્રવેશ પરીક્ષા લીધી હોવાના આક્ષેપો અંગે સવાલ પૂછતાં તેમણે કઈ જ કહેવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ઊભા થયેલા ખતરાની જવાબદારી સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો.શાળામાં જ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ રીતે શાળામાં પ્રવેશ આપવાથી વંચિત કરી દેવા તે બિલકુલ યોગ્ય નથી.  આ સમગ્ર વિવાદ અંગે શાળાના સંચાલકો ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનો રાગ આલાપી રહ્યા છે. ત્યારે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય ગેરવ્યાજબી છે. ટ્રસ્ટી દ્વારા બંધ બારણે લેવામાં આવેલો આ નિર્ણય શાળાના બીજા ચહેરાને ઉજાગર કરી રહ્યો છે.  એક તરફ શાળા દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ આ શાળાના જ સંસ્કારો સામે સવાલો ઊભા થયા છે.  આ શાળાના ટ્રસ્ટી ડો. અજય જોશી પણ આ સમગ્ર વિવાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ સર્જ્યા બાદ કોઈ જ પ્રતિક્રિયા આપી નથી રહ્યા...! ત્યારે શું શાળાના ટ્રસ્ટી ડો.અજયભાઈ જોષીને શાળાના ૫૮ વિદ્યાર્થીઓના ભાવિને અંધકારમાં ધકેલવાનો હક કોને આપ્યો..? તેમણે હવે સામે આવીને પ્રવેશથી વંચિત રહી ગયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા જોઇયે અને શાળામાં પ્રવેશ માટે નવા નિયમો ઘડી શાળાના વિદ્યાર્થીઓને જ પ્રવેશથી વંચિત રાખવામાં આવતા હોય ત્યારે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવે તો ૫૮ વિદ્યાર્થીઓના ભાવિ પર તોળાઈ રહેલા ખતરાને નિવારી શકાય...!

Download Our B K News Today App



Related News