ડીસા નજીક બાઈક પર દારૂ સાથે એક ઝડપાયો : એક ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 13:53:37
  • Views : 1137
  • Modified Date : 2020-07-04 13:53:37

 ડીસા તાલુકા પોલીસ ગુરૂવારે સાંજના સુમારે ડીસાના વિરૂણા  નજીક પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી આધારે વિરૂણા નજીક વોચ ગોઠવી હતી ત્યારે ત્યારે વિરોલ વાછડાલ તરફથી આવી રહેલ જીજે-08-ક્યૂ-2608ના બાકઈ પર આવતાં બે શખ્સો પોલીસને જોઈ ફાગુદરા તરફ ભાગતાં બાઈકનો  પીછો કરી બાઈક ચાલક વિષ્ણુસીગ જબલસીગ વાઘેલા (રહે.ઘાડા, તા.ડીસા)ને ઝડપી પાડયો હતો. જ્યારે અશ્વિનસીગ ધારૂસીગ વાઘેલા (રહે.ઘાડા, તા.ડીસા) અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. 7200ની કિંમતના વિદેશી દારૂ અને બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News