અનાજ મંડી આગ દિલ્હી, બિહાર દ્વારા વળતર ઘોષિતનવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-09 13:30:11
  • Views : 462
  • Modified Date : 2019-12-09 13:30:11


દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ૪૪ લોકોના મોત થયા બાદ મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ દ્વારા આગની ઘટનામાં તપાસના તરત જ આદેશ જારી કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અÂગ્નકાંડની આ ઘટનામાં દોષિત રહેલા લોકોની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી સરકારે મૃતકોના પરિવાર માટે ૧૦-૧૦ લાખ રૂપિયા આપવાની તથા ઘાયલ થયેલા માટે ૧-૧ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વડાપ્રધાન રાહત ભડોળમાંથી મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયા અને દાઝી ગયેલા લોકો માટે ૫૦-૫૦ હજાર રૂપિયાની જાહેરાત કરી હતી. દિલ્હી સરકાર, પીએમઓ, ભાજપ અને બિહાર સરકારે વળતરની જાહેરાત કરી દીધી છે. ભાજપે પણ પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પણ રાજ્ય સાથે જાડાયેલા પીડિતોના પરિવારને બે-બે લાખ રૂપિયાના નાણાંકીય સહાયતા આપવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસના પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું છે કે, આ ઘટના સોર્ટ સક્રીટના કારણે થઈ છે. કેજરીવાલે કહ્યું છે કે, આ ખુબ જ દુખદ ઘટના છે. મેજીસ્ટ્રેટ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવનાર છે. દિલ્હી સરકારે સાત દિવસમાં રિપોર્ટ આપવા માટે પણ આદેશ કર્યો છે. દિલ્હીના મહેસુલ મંત્રી કૈલાશ ગહેલોત દ્વારા આદેશ કરાયો છે. દિલ્હી પોલીસ દ્વારા પણ આ મામલામાં તપાસ કરવામાં આવનાર છે. કેજરીવાલેં હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે જ મૃતકોના પરિવારને ૧૦-૧૦ લાખ તથા ઈજાગ્રસ્તોને ૧-૧ લાખની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ અને ઇજાગ્રસ્તોને ૨૫-૨૫ હજારની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલ મોડી સાંજે એલએનજેપી હોÂસ્પટલમાં દાઝી ગયેલા લોકોને મળવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે એક વ્યÂક્ત ૫૦ ટકાથી વધુ દાઝી ગઈ છે. 


Download Our B K News Today App



Related News