વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: જાણો CBSE બોર્ડની પરીક્ષાના પરિણામની સંભવિત તારીખો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-31 16:05:48
  • Views : 42
  • Modified Date : 2025-03-31 16:05:48

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ની તરફથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 સુધી આયોજિત કરવામાં આવી હતી. આ વર્ષે લગભગ 24.12 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ પરીક્ષાઓમાં ભાગ લીધો હતો. હવે તમામ સ્ટુડન્ટ્સ આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. રિઝલ્ટ ચેક કરવા માટે વિદ્યાર્થી અહીં આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકે છે.


રિપોર્ટ અનુસાર સીબીએસઈ ટૂંક સમયમાં જ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરી શકે છે. શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે રિઝલ્ટ 10થી 15 મે 2025ની વચ્ચે જાહેર કરી શકાય છે. ગયા વર્ષે પણ બોર્ડે 13 મે એ પરિણામ જાહેર કર્યા હતા. તેથી આ વખતે પણ આ સમયની આસપાસ રિઝલ્ટ આવવાની આશા છે.


CBSE Board 10th Result 2025 માત્ર ઓનલાઇન જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાનું રિઝલ્ટ સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ચેક કરી શકશે. આ સિવાય ડિઝિલોકર એપ અને પોર્ટલ results.digilocker.gov.in કે SMS દ્વારા પણ રિઝલ્ટ મેળવી શકાય છે.

Download Our B K News Today App



Related News