ધોનીના વિજ્ઞાપન પર મોટો વિવાદ: ફરિયાદ બાદ પ્રોમો હટાવવાનો આદેશ, જાણો કેમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 14:31:25
  • Views : 185
  • Modified Date : 2022-04-08 14:31:25

 

મહેન્દ્ર સિંહ ધોનીના આ પ્રોમો સામે નોંધાઈ ફરિયાદ

આ ફરિયાદ કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટીએ નોંધાવી

આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલ પરથી આ પ્રોમો હટાવવાની વાત કહી

 

ધોનીના પ્રોમો સામે નોંધાઈ ફરિયાદ

આ સાથે ધોનીએ ટુર્નામેન્ટ માટે એક પ્રોમો બનાવ્યો હતો. જે બ્રોડકાસ્ટર ચેનલ પર બતાવવામાં આવ્યો હતો. એક અગ્રગણ્ય અખબારના રિપોર્ટ મુજબ હવે આ પ્રોમો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટીએ નોંધાવી છે. આ એક રોડ સેફ્ટી ઓર્ગેનાઈજેશન છે. CUTSએ તેની ફરિયાદમાં કહ્યું છે કે આ જાહેરાત ટ્રાફિક નિયમોનો ભંગ છે. ફરિયાદ બાદ એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલ પરથી આ પ્રોમો હટાવવાની વાત કહી છે. ASCIમાં ફરિયાદ થયા બાદ ગ્રાહક ફરીયાદ સમિતિના સભ્યોએ આ પ્રોમો જોયો. ત્યારબાદ ASCIએ પ્રોમોમાં નિયમોનું ઉલ્લંઘન જોયુ છે.

 

20 એપ્રિલ સુધી હટાવવા અપાયો આદેશ

ત્યારબાદ તેમણે જાહેરાત બનાવનારી કંપનીને 20 એપ્રિલ સુધી આ સંશોધિત કરવુ અથવા સંપૂર્ણ રીતે હટાવવાનો આદેશ આપ્યો છે. કંપનીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે અને તે પ્રોમોને પાછો હટાવી લેશે. ઉલ્લેખનીય છે કે ધોની આ પ્રોમોમાં રજનીકાંત સ્ટાઈલમાં ડ્રાઈવર બન્યા છે. તેઓ બસને ચલાવી રહ્યાં છે ત્યારે રસ્તા પર અચાનક બ્રેક મારી દે છે, જેનાથી ટ્રાફિક જામ થાય છે. પછી બસને પાછળની તરફ લઇ લે છે. બસને રોકીને બસમાં બેઠેલા મુસાફરોને એક તરફ બારીમાંથી બહાર જોવાનુ કહે છે અને પૂછે છે કે દેખાઈ રહ્યું છે બધાને? 

 

Download Our B K News Today App



Related News