સરદારપુરા ગામે ભુવાએ વિધિ કરવાના બહાને રાત્રે મંદિરે બોલાવી કિશોરી પર દુષ્કર્મ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-08 12:47:06
  • Views : 1497
  • Modified Date : 2020-03-08 12:47:06

રાધનપુર તાલુકાના સરદારપુરા ગામે હવસખોર ભુવા ભરત ગોસ્વામીએ કિશોરીના દુઃખ દૂર કરવા બાધા આખડીમાં ફોસલાવી તેનું દુઃખ દૂર કરવા રાત્રીના અંધારામાં માતાજીના મંદિરે બોલાવી વિધિના બહાને છાપરામાં લઇ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું . કિશોરીએ બુમાબુમ કરતા ભુવાના સાગરીતે ધમકાવી ચૂપ કરી દીધી હતી. એ દરમ્યાન દૂર ઉભેલ પરિવારજનો સાથે આવેલ રિક્ષાનો ચાલક છાપરામાં જઇ ચડતાં દ્રશ્ય જોઈ તેણે બુમાબુમ કરી મૂકતાં ભુવો અને તેનો માણસ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.પીડિત કિશોરીની હાલત ખરાબ થતા તાત્કાલિક તેને રાધનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી ત્યારબાદ ધારપુર ખાતે મેડીકલ ચેકઅપ કરાવાયું હતું.પોલીસે પોસ્કોનો ગુનો નોંધી ભુવાની ધરપકડ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે. અમદાવાદ ખાતે માતા સાથે રહેતી મુળ બનાસકાંઠાની વતની પિતા વિનાની સગીરાની છ માસથી તબિયત સારી ન રહેતી હોઈ તેની માતાએ રાધનપુરના સરદારપુરા ગામે પાંચ મહિના પહેલા ભુવા ભરત ગોસ્વામી પાસે બાધા રાખી હતી જે પૂરી થઇ ગઇ હતી.હાલમાં બે દિવસ અગાઉ પેટમાં દુખતું હોઈ અને તબિયત સારી રહેતી ન હોઈ તેની માતાએ ભુવાને કહેતાં 6 માર્ચે બોલાવી હતી.પરિવાર સાથે જઇ મંદિરમાં સાફ સફાઈ કરી ભુવા પાસે બેઠા હતા.રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ ભુવાએ ટાળો કરવો પડશે પરંતુ તમે જોઈ નહીં શકો એમ કહી બધાને બહાર જવા કહેતાં દૂર રિક્ષા પાસે ગયા હતા. ભુવાનો માણસ મંદિરથી થોડે દૂર પશુઓ પાસે ઉભો હતો. ભુવાએ થાળી લઇ મંદિરે અગરબત્તી કરી ટાળો કરવાનું શરૂ કરી મંદિરની બાજુમાં આવેલ ઝુંપડામાં લઇ જઇ ખાટલામાં પટકી દુષ્કર્મ આચર્યું હતું. તેણે બૂમો પાડી પણ ભુવાનો માણસ બચાવવા ન આવ્યો પણ રિક્ષાનો ડ્રાઇવર ત્યાં આવી જતાં તેણે બૂમ પાડી સગીરાની મમ્મી અને કાકાને બોલાવતાં ભરત ભુવો અને તેનો સાગરીત ભાગી છુટ્યા હતા. તેણીને લોહીલુહાણ હાલતમાં રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઇ જતાં ડો. કૃણાલ પટેલે સારવાર કરી ધારપુર મોકલી આપી હતી. કિશોરી અને તેના પરિવારને ભુવાએ વિધિ કરવા રાત્રે આવવા અને એકાંતમાં જ થશે તેમ કહ્યું હતું કોઈ જોઈ શકશે નહીં તેમ કહી પહેલાથી જ ડરાવી દીધા હતા જેને લઇ કિશોરીને ભુવાના વિશ્વાસે મંદિરમાં એકલી મૂકીને પરિવાર દૂર ઉભો રહ્યો હતો.તેનો લાભ લઇ ભુવાએ કિશોરીને હવસનો શિકાર બનાવ્યો ભુવાનું નામ ભરત ગોસ્વામી છે તેનું મૂળ વતન સમી તાલુકાના ધધાણા ગામનો વતની છે 40 વર્ષ પહેલા તેના માતા - પિતા સરદારપુરા ગામે સ્થળાંતર કરીને રહેવા આવ્યા હતા.પરંતુ ભુવો ચાર વર્ષ પહેલા જ સરદારપુરા ગામે રહેવા આવ્યો હતો અને પહેલા તે ખાનગી વાહનનો ડ્રાઇવર હતો પરંતુ સરદારપુરા ગામે આવી ત્યાં મેલડી માતાજીનું મંદિર બનાવ્યું હતું અને ત્યાં બેસતો અને લોકોને બાધાઓ આપતો હતો. તપાસ અધિકારી ડીવાયએસપી આર.પી ઝાલાએ જણાવ્યું હતું કે .ઘટના સ્થળનું પંચનામું કરી પીડિતાનું મેડિકલ ચેકપની કાર્યવાહી પૂર્ણ કરાઈ છે અને હાલમાં ભુવાની ધરપકડ કરી પોલીસ કસ્ટડીમાં લઇ સમગ્ર ઘટના મામલે પૂછપરછ હાથધરવામાં આવી છે.જેમાં વધુ કોઈ પીડિતા બાબતે આ રીતે શિકાર બનાવ્યો છે કેમ તે બાબતે તપાસ કરાશે. પોલીસ દ્વારા કિશોરીને રાત્રે ધારપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને સવારે ડોક્ટર દ્વારા તેનો મેડિકલ ચેકઅપ કરી હાલત સિરિયસ ન હોઈ તપાસ બાદ રજા આપવામાં આવી હતી તેવું ધારપુર સિવિલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું હતું

Download Our B K News Today App



Related News