ભૂટાનમાં બીજા દિવસે બોલ્યા PM મોદી કહ્યું, ભારત અને ભૂટાનની વચ્ચે છે ખાસ સંબંધ, ભૂટાન પણ બનાવશે સેટેલાઈટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 14:52:09
  • Views : 447
  • Modified Date : 2019-08-18 14:52:09

ભૂટાન-અને-ભારત-આધ્યાત્મિક,-ઐતિહાસિક-અને-સાંસ્કૃતિક-રીતે-અલગ-છે.-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ભૂટાનના પ્રવાસે છે. આજે આ યાત્રાનો બીજો દિવસ છે. અહીં તેઓએ રોયલ યુનિવર્સિટી, થિંપૂમાં કહ્યું કે આજે ભારત તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનનોનું સાક્ષી છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતે અનેકગણી પ્રગતિ કરી છે. તેઓએ કહ્યું કે ભારત અને ભૂટાનની સંસ્કૃતિએક જેવી છે. આજના સમયમાં અવસરોની અછત નથી. ભારત અને ભૂટાનમાં સારો એવો નાતો છે. પીએમએ કહ્યું કે ગરીબીના નિવારણનું કામ ભારતમાં ઝડપથી ચાલી રહ્યું છે. તેઓએ ભૂટાનની યુનિવર્સિટીમાં બાળકોને સંબોધિત કરતાં કહ્યું કે પરીક્ષાનો સ્ટ્રેસ ન લો. બુદ્ધની શિક્ષાથી પ્રેરિત થઈને બાળકોની પરીક્ષા સાથે જોડાયેલી પોતાની લખેલી બુકની પણ ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું કે યુવા અને આધ્યાત્મિકતા જ અમારી તાકાત છે. પીએમ મોદીએ કહ્યું કે હું આશા રાખું છું કે ભૂટાનના વૈજ્ઞાનિકો પણ સેટેલાઈટ બનાવશે. અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિંપૂ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું અને સાથે પોતાના અંતરિક્ષ સહયોગનો વિસ્તાર કર્યો. ઉપગ્રહોની મદદથી ટેલી મેડિસીનના લાભ, દૂરસ્થ શિક્ષા, માનચિત્રણ, હવામાનનું પૂર્વાનુમાન અને પ્રાકૃતિક આપદાઓની ચેતવણી મળી શકે છે. આ પહેલાં ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ અને પીએમ મોદીએ શનિવારે સંયુક્ત નિવેદન આપ્યું. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે અન્ય કાર્યકાળની શરૂઆતમાં ભૂટાન આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે ભૂટાન મારું પડોશી છે એ અમારું સૌભાગ્ય છે. બંને દેશ મળીને આગળ વધી રહ્યા છે. ભૂટાનના પ્રધાનમંત્રીએ શનિવારે પીએમ મોદીનું પારો હવાઈમથકે ભવ્ય સ્વાગત કર્યું હતું અને પીએમ મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું.પીએમ મોદી ભૂટાનના પ્રવાસ દરમિયાન બંને દેશના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે ભૂટાની નેતાઓ સાથે ચર્ચા કરશે. શનિવારે પીએમ મોદીએ 9 બાબતોના (એમઓયૂ) પર હસ્તાક્ષર કર્યા. તેમાંથી એક હતો એ થિંપૂમાં અર્થ સ્ટેશન બનાવવાનું હતું. ભારત અને ભુતાન વચ્ચે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ, નોલેજ નેટવર્ક, મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેસ સેટેલાઈટ અને રૂપે કાર્ડના ઉપયોગ સહિત કુલ નવ કરાર પર પીએમ મોદીએ હસ્તાક્ષર કર્યા.

Download Our B K News Today App



Related News