ભુજના વિખ્યાત પોલીસ બેન્ડના વિલાતા સૂર, ભવ્ય ભૂતકાળ, નબળો વર્તમાન અને ધૂંધળું ભવિષ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 11:53:37
  • Views : 339
  • Modified Date : 2020-12-21 11:53:37

પશ્ચિમ કચ્છ પોલીસના બેન્ડના સૂરો હવે નવી ભરતી ન થવાના કારણે વિલાઇ જવાના આરે છે. એક સમય હતો જયારે કોઇ રાષ્ટ્રીય ઉજવણીના દિવસો હોય કે પોલીસ વિભાગના સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડના યુનિફોર્મ પહેરેલા પોલીસકર્મીઓ દ્વારા રેલાતા સૂરો સાંભળવા ભુજના લોકો ઉત્સાહિત રહેતા. લગ્નોમાં પણ કયારેક પોલીસ બેન્ડની સૂરાવલિઓનો લાભ મળતો.ભુજ પોલીસ બેન્ડ એક સમયે શહેરની શોભા જેવુ હતું.

ભુજનું બેન્ડ સ્ટેન્ડ (હાલ ત્યા રામમંદિર બની ગયું છે.) રવિવારની સાંજે જેતે સમયે આ ધમધમી ઉઠતું. રવિવારે ફરવા જતા લોકો બાળકો સાથે આ બેન્ડ સ્ટેન્ડ સામે ઊભા રહી પોલીસ બેન્ડનું સંગીત માણતા. એ પછી ખેંગાર પાર્કની વચ્ચે વિશાળ છત્રી નીચે હિન્દી ફિલ્મી ગીતોની ધૂન શહરીજનોનુ મનોરંજન કરતી. જો કે, સમયાંતરે એ ઓછું થઇ ગયું પરંતુ હવે પશ્ચિમ કચ્છ પોલીસના બેન્ડના અસ્તિત્વ સામે પણ ખતરો ઊભો થઇ ગયો છે. આ વિખ્યાત પોલીસ બેન્ડમાં ખાસ કરીને લંઘા જ્ઞાતિના સંગીતના જાણકાર પોલીસકર્મીઓ હતા. પહેલા પોલીસ બેન્ડના કર્મચારીઓની સંખ્યા 15થી 20 જેટલી હતી.  ધીમેધીમે તેમાં પોસ્ટ બઢતીઓને કારણે ઘટાડો થતો ગયો, નવી ભરતી માં કોઇ પણ કોઇ સંગીત જાણકાર ન હોવાથી આજે પરિસ્થિતિ એ છે કે આ પોલીસ બેન્ડમા માત્ર ચાર કર્મચારી જ બચ્યા છે. જો કે બે ન્ડનું સંગીત બંધ થયું નથી. પરંતુ સાજીંદા કર્મચારીઓની ઘટને કારણે માત્ર ચાર જણાઓજ બેન્ડમાં રહી જતાં બેન્ડ કર્મચારીઓ ચિંતામાં છે.

પોલીસ બેન્ડ એ પોલીસ વિભાગની એક ખાસ વિશેષતા હતી અને તે ચાલુ રહેવી જ જોઇએ. કેટલાય સંગીતના જાણકાર યુવકોને ભરતી કરી પોલીસ બેન્ડમાં સમાવવામાં આવે તો, યુવાનોને રોજગારી ય મળે, સુષુપ્ત થયેલું પોલીસ બેન્ડ ફરી ઊભું થઇ શકે અને કંટાળાભરી પોલીસ નોકરીમાં ફરી સંગીતની સૂરાવલિઓ વહેતી થાય. રાજાશાહી યુગમાં પોલીસ બેન્ડનું ખાસ સ્ટેન્ડ હતું. રજાના દિવસોમાં યુનિફોર્મમાં પોલીસ કાફલો સૂરાવસલિથી કરતો હતો લોકોનું મનોરંજન બાળકો સાથે ફરવા નીકળેલો પરિવાર પોલીસ બેન્ડના મધુર સંગિત સાંભળવા ઉભો રહી જોતો, જો કે, આજે એ જગ્યાએ રામધૂન (રામમંદિર) બની ગયું છે. જે રીતે સ્પેનમાં લોકડાઉનમાં પોલીસે લોકોને મનોરંજન પૂરૂ પાડ્યું હતું તેવી જ રીતે ગુજરાતમાં કચ્છમાં કોરોના વખતે લોકડાઉને કારણે લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા માટે ભુજ પોલીસ બેન્ડ દ્વરા સોસાયટી અને ફળિયાઓમાં જઇ સંગિતની સૂરાવલિ થકી લોકોનું મન હળવું કરવાનો નવતર પ્રસાય કરાયો હતો. પોલીસ બેન્ડને સાંભળવા લોકો બારી અને ગેલેરીઓમાં ગોઠવાઇ જતા હતા.

કોરોનાની માહામારી સમયે લોકડાઉનમાં શહેરીજનો ઘર બહાર નીકળી શકતા ન હતા ત્યારે પોલીસ બેન્ડ દ્વારા લોકોને સંગિત મય ધૂન સંભળાવી મનોરંજન પૂરૂ પાડ્યું હતું. જે બાબતની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં ઉલેખ કરી પોલીસ બેન્ડની વર્ષો પહેલા લગ્ન પ્રસંગોમાં ખાસ પોલીસ બેન્ડનું મહત્વ હતું. પોલીસ બેન્ડના યુનિફોર્મ સાથે વરઘોડાની શરૂઆતમાં શોભાના મોભો વધી જતો ! વરઘોડાને જોવા લોકો એકત્રિત થતા ત્યારે બેન્ડ થકી પરિવારજનો મોભો પડતો.


Download Our B K News Today App



Related News