દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભીલડી પોલીસભીલડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 17:45:17
  • Views : 848
  • Modified Date : 2020-03-05 17:45:17

દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભીલડી પોલીસભીલડી 

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક  તરૂણ દુગ્ગલ  તથા મહે. નાયબ પોલીસ અધિક્ષક  પી.એચ.ચૌધરી  દિયોદર તથા સી.પી.આઈ  શિહોરી નાઓએ દારૂના વેચાણ અને હેરા-ફેરીને સંપૂર્ણ  રીતે  નેસ્ત નાબેદ કરવા સૂચના આપેલ હોઈ. જે અન્વયે આજરોજ   પો.સબ.ઈન્સ એસ.વી.આહીરને  ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધરણવા ગામની સીમમાં રહેતો રતનસીંગ લાખજી વાઘેલા 

પોતાના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં ઘરે  ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ રાખી પોતાના અંગત ફાયદા સારૂ વેચાણ કરે છે. જેથી ભીલડી પોલીસ સ્ટફના માણસો સાથે સદરે જગ્યા એથી ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની 

પેટીઓ અલગ અલગ બ્રાન્ડની જે કુલ બોટલો નંગ-૧૦૪૧ તથા બીયર ટીન નંગ ૯૫ ની કુલ કિંમત રૂ-૧,૧૮,૩૫૦/-નો તથા મોબાઈલ નંગ ૦૧ કિં રૂ ૫૦૦/- મળી કુલ કિં. રૂ ૧,૧૮,૮૫૦/- નો મુદામાલ સાથે આરોપીને પકડી  કાયદેસરની કાર્યવાહી કરેલ છે


Download Our B K News Today App



Related News