વિધાનસભામાં ભાજપના મંત્રીનો જમણવાર હાઇકમાન્ડે બંધ કરાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 18:31:36
  • Views : 615
  • Modified Date : 2020-03-04 18:31:36

વિધાનસભા ગૃહમાં પ્રજાના પ્રશ્નોને લઇને આમને સામને આવતા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો ભેગા મળીને જમે છે. રાજ્યકક્ષાના  એક મંત્રીએ વિધાનસભામાં જ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો માટે જમવાની વ્યવસૃથા કરી હતી. સત્રની શરૂઆતથી જ જમણવાર શરૂ કરાયો હતો.ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના સામૂહિક જમણવારનો ગણગણાટ એટલો થયો કે,ખુદ ભાજપ હાઇકમાન્ડે આ વાતની ગંભીર નોંધ લેવી પડી હતી. એટલું જ નહીં, રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કઇંક નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે ત્યારે હાઇકમાન્ડે આદેશ આપતાં સામૂહિક જમણવાર બંધ કરી દેવો પડયો હતો.વિધાનસભા ગૃહમાં બે દિવસ પહેલાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ખુલ્લી ઓફર કરી  હતીકે,જેને ભાજપમાં આવવું હોય તેનુ ્સ્વાગત છે.  આ ઉપરાંત ગઇકાલે જ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે નારાજ નાયબ  મુખ્યમંત્રી નિતીન પટેલને ઓફર કરી દીધીકે, પંદરેક ધારાસભ્ય લઇને આવોને,મુખ્યમંત્રી બની જાઓ. આવી પરિસિૃથતીમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોની નિકટતાં ખાસ કરીને બંને પક્ષો માટે જોખમ સમાન છે.વિધાનસભા સત્ર શરૂ થયું ત્યારથી જ મૂળ સૌરાષ્ટ્રના અને પક્ષપલટો કરીને આવેલાં એક મંત્રીએ ભાજપ-કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યો માટે જમણવાર રાખ્યો હતો.શરૂઆતમાં આ જમણવારને ગૌણ ગણીને યોજાવવા દીધો પણ આ મુદ્દે ભાજપની પ્રદેશ નેતાગીરીના ધ્યાને પણ આ વાત આવી હતી જેથીભાજપને ફાળ પડી હતી. આ કારણોસર ભાજપના નેતાઓએ તરત જ જમણવારમાં કોણ કોણ આવે છે તેના પર વૉચ ગોઠવી દીધી હતી. આખરે આ જમણવાર ન યોજવા હાઇકમાન્ડે સૂચના આપવી પડી હતી.મંત્રીને સૂચના આપી દેવામાં આવી હતીકે,જમણવાર યોજવો નહીં. ભાજપના સૂત્રો કહે છેકે, અત્યારે નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના ઘણાં ધારાસભ્યો ય નારાજ છે. આ રાજકીય પરિસિૃથતી વચ્ચે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોની નિકટતા રાજકારણમાં ઉથલપાથલ સર્જી શકે છે પરિણામે વિધાનસભામાં ભાજપના મંત્રી દ્વારા આયોજીત જમણવાર બંધ કરી દેવાયો હતો.

Download Our B K News Today App



Related News