ભવનાથમાં મેળાનો આજથી પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 13:09:07
  • Views : 418
  • Modified Date : 2020-02-17 13:09:07

ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થનાર છે.જેના શુભ મુહૂર્તમાં સંતો, મહંતોની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરતાની સાથે જ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. બાદમાં વિવિધ અખાડા, મંદિરો, આશ્રમોમાં ધ્વજારોહણ કરવામાં આવશે.તેમજ મહાવદ નોમથી લઇને મહાવદ તેરસ(21 ફેબ્રુઆરી)ની મધ્યરાત્રી સુધી યોજાનાર આ મેળામાં ભાવિકો ઉમટી પડશે. આ સાથે દેશ દેશાવરમાંથી આવતા સાધુ, સંતો, મહંતો તેમજ દિગંબરોના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. જે મેળામાં આવનાર ભાવિકોના ભોજન-પ્રસાદ માટે વિવિધ જ્ઞાતિસમાજોના ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, આશ્રમો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન બનાવવાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જેમાં અંદાજે 250થી વધુ અન્નક્ષેત્રોમાં 5 દિવસ સુધી હરિહરના નાદ સાથે ગુંજી ઉઠશે. મહાવદ તેરસ મહાશિવરાત્રીના સાધુ સંતોની રવેડી નિકળશે. જેમાં અંગ કરતબના દાવ જોવા મળશે. આમ નિયત રૂટમાં ફર્યા બાદ રવેડી ભવનાથ મંદિરે પહોંચશે. ત્યારબાદ મૃગીકુંડમાં મધ્યરાત્રીના 12 વાગ્યે શાહીસ્નાન બાદ મેળાની સમાપ્તી થશે. મેળામાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, વિશ્વંભર ભારતી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહેશે.

Download Our B K News Today App



Related News