મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો પર અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 18:19:46
  • Views : 616
  • Modified Date : 2020-01-03 18:19:46


 બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં જ મોંઘવારીના કારણે બટાકાનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. ત્યારે બટાકાના ભાવમાં 600 ગણો વધારો થતાં ગૃહિણીઓ સહિત સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ હવે મોંઘવારીના કારણે બટાકાનો ભાવ આસમાને પહોંચ્યો છે. ત્યારે પહેલા ડુંગળી પછી તેલ અને હવે બટાકાનો ભાવ આસમાને પહોંચતાં ખાસ કરીને ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે અગાઉ જે ડુંગળી ૮ થી ૧૦ કિલો મળતી હતી તે 100 રુપિયે કિલો થઇ જતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચ્યો હતો. જોકે ત્યારબાદ તેલ અને રાંધણગેસના ભાવો પણ વધી ગયા છે અને હવે મોંઘવારીમાં આટલું ઓછું હોય તેમ બટાકાનો ભાવ 600 ઘણા જેટલો વધી જતાં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વધુ એક કમરતોડ ફટકો પડી રહ્યો છે.ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજ શાક દાળમાં મુખ્યત્વે બટાકા અને ડુંગળીનો ઉપયોગ કરતા હોય છે તેમાંય વળી બટાટાનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે જે બટાટા બે મહિના અગાઉ પાંચથી સાત રૂપિયા કિલો મળતા હતા તે જ  બેટાટા હવે ૩૦ થી ૪૦ રૂપિયા કિલો બજારમાં મળી રહ્યા છે.બજારમાં બટાકાની અછતની સામે માંગ વધતા જ બટાકાનો ભાવ આસમાને પહોંચ્યો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. ત્યારે બટાકાનો ભાવ વધતા જ ગૃહિણીઓ તો તોબા પોકારી ઉઠી છે તેની સાથે સાથે વેપારી પણ મોંઘવારીના કારણે મંદીનો સામનો કરી રહ્યા છે. એકતરફ સરકાર ચૂંટણી સમયે મેનિફેસ્ટોમાં દર્શાવેલ એક પછી એક  વાયદાઓ પૂરી કરી રહી છે. ત્યારે હવે સૌથી મહત્વનો વાયદો એવો મોંઘવારીના ભરડામાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ક્યારે રાહત અપાવશે છે તે જોવું રહ્યું.



Download Our B K News Today App



Related News