ગાંધીનગર નજીક પાલજમાં ભાવિકોએ ધગધગતાં અંગારા ઉપર ચાલીને આસ્થા પ્રગટ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 16:54:36
  • Views : 358
  • Modified Date : 2020-03-11 16:54:36

ગાંધીનગર નજીક પાલજમાં ભાવિકોએ ધગધગતાં અંગારા ઉપર ચાલીને આસ્થા પ્રગટ કરી

ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે હોલિકા દહનની સાથે હોળી પર્વની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવિકોએ શ્રીફળ, ધાણી - ખજૂર અને એન્ટીબાયટિક સુગંધિત દ્રવ્યો પધરાવી હોળીની પૂજા  અને દર્શન સાથે પરિક્રમા કરી હતી. જ્યારે ગાંધીનગર નજીક આવેલા પાલજ ગામમાં હોળી પ્રાગટ્ય બાદ સળગતાં અંગારા ઉપર ચાલીને પોતાની બાધા - માનતા સાથે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનાં વિજયની શ્રદ્ધા વ્યકત કરી હતી. આ ઉપરાંત આજે મોડી સાંજ સુધી ખજૂર - ધાણીની સાથે કોરોના વાયરસના ડર વિના વિવિધ રંગો અને અવનવી 

પિચકારી ખરીદવા માટે સેક્ટરના બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.


Download Our B K News Today App



Related News