ભ્રષ્ટાચાર અને દગાખોરી મામલે સીબીઆઈના 19 રાજ્યોમાં 110 જગ્યાએ દરોડા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 18:33:39
  • Views : 465
  • Modified Date : 2019-07-09 18:33:39

સીબીઆઈએ મંગળવારે ભ્રષ્ટાચાર, દગાખોરી અને હથિયાર તસ્કરી મામલે દરોડા પાડ્યા છે. સીબીઆઈએ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 110 જગ્યા પર દરોડા પાડ્યા છે. આ મામલે સીબીઆઈએ અલગ-અલગ 30 કેસ નોંધ્યા છે. એક સપ્તાહ પહેલાં જ સીબીઆઈએ બેન્કો સાથે દગાખોરી કરનાર સામે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.2 જુલાઈએ સીબીઆઈએ સમગ્ર દેશના 18 શહેરોમાં 50 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ મામલે 14 કેસ દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરેક મામલે રૂ. 640 કરોડના ફંડ ડાયવર્ઝન સાથે જોડાયેલા છે. સીબીઆઈની 12 ટીમ દિલ્હી, મુંબઈ, લુધિયાણા, થાણે, વલસાડ, પુણે, પલાની, ગયા, ગુરુગ્રામ, ચંદીગઢ, ભોપાલ, સુરત અને કોલાર સહિત ઘણાં વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે.નાણાંમંત્રીએ કહ્યું- અત્યાર સુધી બે લાખ કરોડથી વધારે રિકવરનાણાંમંત્રી સીતારમણે 1 જુલાઈએ લોકસભામાં કહ્યું હતું કે, નાણાકિય વર્ષ 2018-19માં પબ્લિક સેક્ટર બેન્કોમાં થયેલી દગાખોરીવાળા કેસની સંખ્યા 739 રહી છે. જે ગયા નાણાકિય વર્ષમાં 1,545 હતી. બેન્કોઓ છેલ્લા પાંચ વર્ષમાં કાયદાકીય કાર્યવાહી દ્વારા નોન પર્ફોમિંગ એસેટ તરીકે રૂ. 2 લાખ 6 હજાર 586 કરોડ રિકવર કર્યા છે.

Download Our B K News Today App



Related News