ભરૂચ બાદ અંકલેશ્વર શહેરમાં નર્મદાના પાણી ઘૂસ્યા, કલેક્ટરનું ટ્વીટઃ નર્મદા 35 ફૂટને ઓળંગશે, જૂના દિવા ગામેથી 500નું સ્થળાંતર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 16:54:07
  • Views : 447
  • Modified Date : 2020-09-01 16:54:07

        સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યૂસેક પાણી છોડવાને પગલે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામો અને શહેરો પ્રભાવિત થયા છે. નર્મદા નદીએ 133 ફૂટની સપાટી વટાવી દીધી છે અને ભરૂચ સ્થિત ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 34.76 ફૂટે સ્થિર થઇ છે. જોકે સાંજે 4 વાગ્યા સુધીમાં સપાટી વધશે. ભરૂચ બાદ હવે અંકલેશ્વર શહેરમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. અંકલેશ્વરની જલારામનગર, શ્રીદર્શન, નીલમાઘવ, રાજેશનગર સહિત 7થી 8 સોસાયટીઓમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. સોસાયટીઓના રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ફળી વળતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જૂના દિવા ગામના ચાણવાળા ફળીયામાં પાણી ઘૂસી જતા 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ચારે બાજુ પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઇ ગયું છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગામના સરપચ, તલાટી સહિત તંત્ર ખડેપગે છે અને આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે.ભરૂચના ફૂરજા વિસ્તારમાં પૂરના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું છે. સ્થાનિક કોર્પોરેટર યુસુફભાઇ મલિક સહિતના લોકોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.ભરૂચ કલેક્ટરે ટ્વિટ કરીને કહ્યું છે કે, 'આજરોજ બપોરના 12 કલાકે ગોલ્ડનબ્રીજ ખાતે નર્મદા નદીનું જળસ્તર 34.76 ફૂટ નોંધાયુ છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ છે. CWCના ફોરકાસ્ટ અનુસાર બપોરે 4 કલાકે જળસ્તર 35 ફૂટની સપાટી વટાવી 35.24 ફૂટ થવાની સંભાવના છે. લોકોને સાવચેત રહેવા અનુરોધ છે'

Download Our B K News Today App



Related News