કસલપુરામાં બ્રહ્માણી માતાજીના મંદિરે હવન યોજાયોકાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 15:22:06
  • Views : 431
  • Modified Date : 2020-02-10 15:22:06

કસલપુરામાં બ્રહ્માણી માતાજીના મંદિરે હવન યોજાયોકાંકરેજ તાલુકાના કસલપુરામાં પ્રજાપતિ (તેરવાડિયા) સમાજના કુળદેવી બ્રહ્માણી માતાજીના મંદિરે દર વર્ષની જેમ ચોથા વર્ષે સવંત ૨૦૭૬ ના મહાસુદ ૧૩ ને શુક્રવાર ને તા.૦૭-૦૨-૨૦૨૦ ના રોજ સવારે ૧૦-૧૫ કલાકથી સાંજે ૪ કલાક સુધી પંડિત દાનસુંગભાઈ રવિશંકરભાઈ જોષી-સરિયદ, પંડિત દિનેશભાઈ તેજરામભાઈ જોષી-પોરાણા તા.રાધનપુર વાળાના  મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી રીટાબેન સમીરભાઈ પ્રજાપતિના યજમાન પદે હવન યોજાયો હતો.

આ પ્રસંગે કસલપુરાના પ્રજાપતિ (તેરવાડિયા પરિવાર) સમાજના ભાઈઓ ધંધાર્થે ગુજરાતમાં સ્થાઈ થયેલે તમામ પરિવાર પોતપોતાના ધંધા રોજગાર બંધ કરી ગુરૂવારના રોજ પધારી હવનનો લાભ લીધેલ. કસલપુરામાં વસવાટ કરતા તમામ પરિવારે યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવેલ. ભોજન પ્રસાદનો લાભ પ્રજાપતિ વર્ષાબેન ભરતભાઈ રાણાભાઈ કસલપુરા હાલ પાટણ વાળાએ લીધેલ.



Download Our B K News Today App



Related News