૧ કરોડ ૪૨ લાખના ખર્ચે એસ ટી.ડેપોના નવનિર્માણમાં ભારે ખાયકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:04:19
  • Views : 555
  • Modified Date : 2019-07-20 11:04:19

સમગ્ર રાજ્યમાં વિકાસને વરેલા વિજયભાઈ રૂપાણીની સરકાર લોકોને તમામ ક્ષેત્રે ઉન્નતી અને દરેક વ્યક્તિને યોગ્ય સુવિધાયુક્ત સેવાઓ પુરી
પાડવા માટે કટિબદ્ધ છે અને લોકોના સુખે સુખી જેનો મંત્ર છે. ત્યારે ગતટર્મની સરકારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર એસ.ટી.ડિવિજનમાં આવતા દિયોદર ડેપોને નવિનીકરણ માટે ૧ કરોડ ૪૨ લાખનું અનુદાન મંજુર કરાયેલ. જેનું ટેન્ડર રવિ કંટ્રકશન ધાનેરાની  કંપની ૧ કરોડ ૨૮ લાખના ભાવ મુજબ મેળવેલ. અને જે તે વખતના તત્કાલીન રાજ્ય સરકારના મંત્રી  કેશાજી ચૌહાણના વરદ હસ્તે ૨૦૧૭ માં ખાત મૂહુર્ત કરાયું હતું. લોકોને એમ કે ૯ મહિના બાદ આત્યાધુનિક ડેપો દિયોદર વાસીઓને મળશે. પણ આ આશાઓ આજે બે વર્ષે પણ ઠગારી નીવડી હોય તેવું લાગી રહ્યું છે.
દિયોદરની જનતા એસ.ટી.ડેપોની નવિનીકરણની કામગીરી સામે પ્રશ્નાર્થ કરે છે કે દિયોદર ડેપોમાં ખાયકી મુજબ હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે. અને સરકારના નાણાં વેડફાઈ રહ્યાની ચર્ચાઓએ જોર પકડ્‌યું છે. ત્યારે ગુજરાત સરકાર વાહનવ્યવહારના મંત્રી અને એસ.ટી.નિગમના મુખ્ય અધિકારીઓ આ બાબતની ગંભીરતા લઈ તપાસ આદરે એ જરૂરી છે.  બનાસકાંઠા જિલ્લા સમાર્હતા પણ સાઇટનું સુપરવિઝન કરી ઘટતું કરે એ પણ જરૂરી છે. બાકી આ નવનિર્મિત ડેપોનું સંકુલ બે વર્ષે પણ હજુ અધૂરું કામ અને બન્યા પછી પણ સેફ હશે તેવી ખાતરી સ્થળ પર બાધકામ જોતા ન આપી શકાય. આમ સરકારની સારી યોજનાને સરકારીબાબુઓના પ્રતાપે કોન્ટ્રાકટરો લીલાલહેર છે.


Download Our B K News Today App



Related News