પ્રજાહિતના નિર્ણયોની પ્રતિતિ લોકોને થાય છે ઃ ભરત પંડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 12:46:57
  • Views : 444
  • Modified Date : 2019-11-15 12:46:57


ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકાર સમય-સમય પર પ્રજાહિતનાં ઝડપી અને સંવેદનશીલ નિર્ણયો લઈ રહી છે. તેની પ્રતીતિ ગુજરાતની જનતાને સતત થતી રહે છે. ગુજરાતના ખેડૂતોના હિત માટે અનેક નિર્ણયો આ કેન્દ્ર અને રાજય સરકારે લીધાં છે. મુખ્યમંત્રી દ્વારા પાક વિમા મુદ્દે વિમા કંપનીઓના અધિકારીઓ સાથે મિટીંગો કરીને તાત્કાલિક પાક વિમો ખેડૂતોને મળે તેવી કડક સૂચનાઓ આપવામાં આવી છે. ખેડૂતનાં હિતમાં ૧૮ નવેમ્બરથી મગફળી, મકાઈ, ડાંગર, બાજરી, અડદ અને મગનાં પાકોની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવનાર છે. આ ઉપરાંત જે ખેડૂતો પાસે પાક વિમો ન હોય તેમ છતાં કુદરતી આપત્તિ વાવાઝોડું, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદને કારણે પાકને નૂકશાન થયું છે તેનો તાકિદે સર્વે કરાઈને સહાય ચૂકવવામાં આવશે તેવી યોજના જાહેર કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે ગુજરાતના આશરે ૪ લાખ ખેડૂતોને આવરી લઈને રૂપિયા ૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં પિયત જમીનમાં ૧ હેકટર દીઠ ૧૩,૫૦૦/- અને બીન પિયત જમીનમાં ૧ હેકટર દીઠ રૂ.૬,૮૦૦/- ખેડૂતોના ખાતામાં આરટીજીએસ દ્વારા સહાય આપવાની જાહેરાતને ભાજપ વતી હ્યદયપૂર્વક આવકારીએ છીએ. દેશનાં વાહનવ્યવહારના ઈતિહાસમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને અભિનંદન આપતાં ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વાહનવ્યહાર હસ્તકની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે નાબૂદ કરવાથી વેપાર-ઉદ્યોગમાં ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક વહિવટ સાથે ઈટ્ઠજી ર્ક ર્ડ્ઢૈહખ્ત મ્ેજૈહીજજ ની દિશામાં આ ગુજરાતનું દૂંરદેશીભર્યું પગલું છે. આ નિર્ણયથી લાખો લોકોનાં કરોડો કલાકો બચશે. લોકોની સમય-શક્તિ બચશે, પેટ્રોલનો બચાવ થશે, ટ્રાફિક પ્રદૂષણ ઘટશે અને ધંધા રોજગારમાં ઝડપ સાથે કાર્યક્ષમતામાં વધારો થશે. વર્ષ ૨૦૦૯-૧૦ પછીના ડ્રાઇવીંગ લાયસન્સ ધારકો રીન્યુઅલ ડ્રાઇવીંગ લાયસન્સ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત માહિતી રીપ્લેશમેન્ટ ઓફ ડ્રાઇવીંગ લાયસન્સ આ ૪ (ચાર) પ્રકારની સેવા અને વર્ષ ૨૦૦૯-૧૦ પછીની આર.સી.બુક ધરાવતા વાહન માલિકો ડુપ્લીકેટ આર.સી. બુક, વાહન ઈર્ન્ફમેશન અને હાઇપોથીકેશન રીમુવલ - કુલ ૦૩ (ત્રણ) પ્રકારની સેવાઓ એમ કુલ મળીને - ૦૭ સેવાઓ ફેશલેશ (ઓનલાઈન) થશે. આ બન્ને પ્રકારની સેવાઓથી રાજયના કુલ ૧૭.૫૫ લાખ લોકોને ઘર બેઠાં ઝડપથી સીધો લાભ થવાથી આર.ટી.ઓ કચેરીના ધક્કાઓ ખાવા નહીં પડે જેનાથી તેમનાં સમય, પૈસા અને શક્તિનો બચાવ થશે. કાચું લાયસન્સ માટેની પ્રક્રિયા હાલમાં ૩૬ આર.ટી.ઓ. દ્વારા થતી હોવાથી દર વર્ષે ૦૮ લાખ લોકોને જીલ્લા મથકો ઉપર આવીને લાયસન્સ મેળવવું પડતું હતું, હવેથી, ગુજરાત રાજયની ૨૨૧ આઈ.ટી.આઈ તેમજ ૨૯ પોલીટેકનીકમાં પ્રક્રિયા શરૂ થવાથી તાલુકા મથકેથી જ કાચું લાયસન્સ મળી તેવી લોકહિતમાં સુંદર અને સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વહીવટી સરળતાથી લોકોની હાડમારી ઓછી થાય અને આધુનિક વ્યવસ્થાથી લોકોને ઘરબેઠાં સુવિધા મળી શકે તેવાં નિર્ણયોથી મુખ્યમંત્રીએ એક સંવેદનશીલ, ઝડપી અને પારદર્શક મુખ્યમંત્રી તરીકે પોતાની છાપ ઊભી કરી છે તે બદલ તેઓ સાચા અર્થમાં લોક અભિનંદનના અધિકારી છે.


Download Our B K News Today App



Related News