ભારત પાસે ગજનવી કરતાં 3 ગણી શક્તિશાળી આ મિસાઈલ, પાકિસ્તાનને કરી શકે છે ખતમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 14:35:55
  • Views : 593
  • Modified Date : 2019-08-29 14:35:55

પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કર્યા બાદ સીઝફાયરનો પણ ભંગ કર્યો છે. પાકિસ્તાને જમ્મૂ-કશ્મીરના મેંઢર અને પૂંછ સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે. તો ભારતીય જવાનોએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.પાકિસ્તાને પોતાના બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું ગુરુવારે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. 290થી 320 કિલોમીટર સુધી પ્રહાર કરવામાં ગજનવી મિસાઈલ સક્ષમ છે. 700 કિલોગ્રામ વિસ્ફોટક પણ તે લઈ જઈ શકે છે. આ પરીક્ષણ માટે પાકિસ્તાને પોતાનું કરાંચી એરસ્પેસ પણ બંધ કરી દીધું છે. પાકિસ્તાનનું આ મિસાઈલ પરીક્ષણ દુનિયાને એક ખાસ સંદેશ આપી રહ્યું છે. પાકિસ્તાને મિસાઈલ પરીક્ષણ માટે પોતાની નૌસેનાને અલર્ટ આપ્યું છે અને સાથે કરાંચીના ત્રણ વાયુ માર્ગ પણ બંધ કરી દીધા છે. પાકિસ્તાનના નાગર વિમાન પ્રાધિકરણને પણ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ કરવાની જાહેરાત કરી છે.ઉશ્કેરાયેલું પાકિસ્તાન દરરોજ નવા નવા નાટક કરી રહ્યું છે. ત્યારે હવે ઈમરાન ખાને હવે પોતાની ખુરશી બચાવવા માટે પાકિસ્તાનમાં બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરિક્ષણ કર્યું છે. ભારતે કશ્મીરમાંથી 370 કલમ હટાવી ત્યાર બાદ ઉશ્કેરાયેલા પાકિસ્તાનનું આ નવું નાટક છે. હવે બેલેસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરીને પાકિસ્તાન ભારતને ઉશ્કેરી રહ્યું છે.. જોકે અહીં પાકિસ્તાનને સમજવાની જરૂર છે કે ભારત પાસે તેનાથી વધુ મારક ક્ષમતા વાળી મિસાઈલ છે. 

Download Our B K News Today App



Related News