ભારતે ખર્ચ કર્યો 1 રૂપિયો, 20 કરોડ ખર્ચ કરીને પણ પાકિસ્તાન હાર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 19:32:40
  • Views : 499
  • Modified Date : 2019-07-18 19:32:40

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) માં કુલભૂષણ જાધવ કેસનો ચુકાદો ભારતની તરફેણમાં આવ્યો છે. આ ચુકાદા પછી સોશિયલ મીડિયા પર ભારતના વકીલ હરીશ સાલ્વેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પાકિસ્તાને ICJમાં બે વકીલ બદલ્યા હતા જ્યારે સાલ્વે એકલા જ બંને વકીલો પર ભારે પડ્યા છે અને જાધવની ફાંસીને રોકવામાં સફળતા મળી છે. સૌથી ખાસ વાત એ છે તે, ભારતે જાધવ કેસનો ચુકાદો પોતાની તરફેણમાં લાવવા માટે એક રૂપિયો જ ખર્ચ કર્યો છે. જ્યારે પાકિસ્તાન રૂ. 20 કરોડ ખર્ચીને પણ આ કેસ તેમની તરફેણમાં કરી શક્યો નથી.જાધવની વાત રજૂ કરવા માટે માત્ર 1 રૂપિયો ફીતત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 15 મે 2017ના રોજ એક ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, હરીશ સાલ્વેએ જાધવનો કેસ લડવા માટે માત્ર એક રૂપિયો ફી લીધી છે. જ્યારે જાધવને જાસુસ સાબીત કરવા માટે પાકિસ્તાને રૂ. 20 કરોડ ખર્ચી દીધા છે તેમ છતાં કેસનો ચુકાદો તેમની તરફેણમાં આવ્યો નથી.પાકિસ્તાને બજેટમાં જાધવ કેસમાં રૂ. 20 કરોડ ખર્ચ્યા હોવાનો ઉલ્લેખ કર્યોપાકિસ્તાન સરકારે ગયા વર્ષે દેશની સંસદ નેશનલ એસેમ્બલીમાં બજેટ રજૂ કર્યું તે સમયે કહ્યું હતું કે, હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાઘવ કેસ લડવા માટે વકીલ ખાવર કુરૈશીને કરોડો આપવામાં આવ્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક કુરૈશી આઈસીજેમાં કેસ લડનાર સૌથી નાની ઉંમરના વકીલ છે.પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી છે ત્યારે તેમણે જાધવ કેસ પર આટલી મોટી રકમ ખર્ચ કરી હોવાથી પાકિસ્તાન સરકારની ખૂબ નિંદા થઈ રહી છે. વર્ષ 2016માં પાકિસ્તાને બજેટમાં અગ્નિ સુરક્ષા માટે 18.3 કરોડ, જેલ પ્રશાસન માટે 3.8 કરોડ અને સાર્વજનિક સુરક્ષા અને વિકાસ માટે રૂ. 3.1 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.દેશના સૌથી મોંઘા વકીલોમાં સાલ્વે સામેલનેધરલેન્ડના હેગમાં આવેલી ICJમાં ભારત તરફથી હરીશ સાલ્વેએ દલીલો રજૂ કરી હતી. તેમણે પાકિસ્તાનના જુઠ્ઠાણાને ઉઘાડું પાડવા ઘણાં તર્ક રજૂ કર્યા અને સાબીત કર્યું કે, પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું હતું. સાલ્વે સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલોમાથી એક છે અને તેમની ગણતરી દેશના મોંઘા વકીલોમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હરીશ સાલ્વેની એક દિવસની ફી અંદાજે રૂ. 30 લાખ છે. પરંતુ જાધવ કેસ તેઓ માત્ર એક રૂપિયા ફીમાં લડવા માટે તૈયાર થઈ ગયા હતા. તેઓ 1999થી 2002 સુધી દેશના સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. તેમના પિતા એનકેપી સાલ્વે પૂર્વ કોંગ્રેસ સાંસદ હતા. એપ્રિલ 2012માં તેમનું નિધન થઈ ગયું હતું.જાણો કોણ છે હરેશ સાલ્વે?64 વર્ષના હરેશ સાલ્વેનો જન્મ 22 જૂન 1955ના રોજ મહારાષ્ટ્રના ધુલેમાં થયો હતો. તેમણે બીકોમ, એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેમને વકિલાત ક્ષેત્રનો 31 વર્ષનો અનુભવ છે અને તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે અત્યાર સુધી જાધવ કેસ સહિત પ્રખ્યાત કેસ હિટ એન્ડ રનમાં સલમાન ખાનની વકિલાત કરી હતી અને ટેક્સ મામલે વોડાફોનની પણ વકિલાત કરી હતી. તેઓ સુપ્રીમ કોર્ટ, દેશની હાઈકોર્ટ, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને કોર્ટ ઈન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં કેસ લડે છે.ખવાર કુરૈશી મૂળ બ્રિટીશ એડવોકેટકુલભૂષણ જાધવના કેસ અંતર્ગત ICJમાં પાકિસ્તાનના વકીલ તરીકે ખવાર કુરૈશીએ દલીલ કરી હતી. ખવાર કુરૈશી મૂળ બ્રિટીશ એડવોકેટ છે. ખવાર કુરૈશી જાધવ વિરૂદ્ધ કેસ લડવાના મામલે પાકિસ્તાન પાસેથી સૌથી વધુ ફીને લઈને પણ ચર્ચામાં છે. જો કે આ મુદ્દે તેઓએ વધુ ફીની વાત અફવા ગણાવી હતી અને ભારત બદનામ કરે છે તેવા આરોપો લગાવ્યાં હતા. કુરૈશીએ કેસની દલીલ માટે પાંચ કરોડ જેટલી ભારે રકમ લીધી હોવાની શક્યતા છે. જ્યારે ભારત તરફથી દલીલ કરતાં હરીશ સાલ્વેએ માત્ર 1 જ રૂપિયો ફી લીધી હતી.કોણ છે કુરૈશી?કુરૈશીએ LLB સાથે ગ્રેજ્યુએશન અને બાદમાં LLMની ડિગ્રી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેળવી છે. 1990માં ખવારને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વર્ષ 1993માં કુરૈશી ઈન્ટરનેશનલ કોર્ટેમાં સૌથી યંગેસ્ટ વકીલ હતા. કુરૈશી બ્રિટનના ક્વિનના કાઉન્સેલરની પેનલમાં તેમજ યુકે ગર્વમેન્ટની સીવીલ મેટર્સની વકીલોની પેનલમાં પણ તેઓ સેવા આપી ચુક્યા છે. આટલું જ નહીં કુરૈશીએ ભારત સરકાર માટે પણ દલીલ કરી હતી. વર્ષ 2004માં યુપીએ સરકારે કુરૈશીને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત તરફથી કેસ લડવા માટે નિયુક્ત કર્યા હતા.ખવાર કુરૈશી ભારતના વકીલ પણ રહી ચુક્યા છેવર્ષ 2004માં મહારાષ્ટ્રમાં રત્નાગિરી દાભોલ પ્રોજેક્ટમાં એનરોન કંપનીએ ભારત સરકાર પર 6 અબજ અમેરિકી ડોલરનો કેસ કર્યો હતો, ત્યારે આ મામલો ICJ આર્બિટ્રેશનમાં ગયો હતો, ભારત સરકારે પોતાનો કેસ લડવા માટે કુરૈશની પોતાના વકીલ તરીકે પસંદ કર્યો હતો.

Download Our B K News Today App



Related News