ભારત બાયોટેકે કહ્યું- વેક્સિન ટ્રાયલની ડિઝાઇન જ એવી છે કે 130 વોલન્ટિયર્સ પછીથી પોઝિટિવ આવી શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 16:59:55
  • Views : 544
  • Modified Date : 2020-12-07 16:59:55

    સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોટેકનું કહેવું છે કે ટ્રાયલ્સમાં સામેલ વોલન્ટિયર જો પોઝિટિવ આવે છે તો ગભરાવાની જરૂર નથી. ટ્રાયલની ડિઝાઈન કંઈક એવી છે કે 130 વોલન્ટિયર પોઝિટિવ આવી શકે છે. કંપની તરફથી સરકારની ક્લિનિકલ ટ્રાયલ વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે.હરિયાણાના સ્વસ્થ્ય અને ગૃહમંત્રી અનિલ વિજ પણ કોવક્સિનની ટ્રાયલ્સમાં સામેલ થયા હતા. બે સપ્તાહ પછી તેઓ પોઝિટિવ થયા હતા. એને પગલે કોવેક્સિનની ટ્રાયલ્સને લઈને ઘણા પ્રકારના સવાલો ઊઠી રહ્યા હતા. કંપનીના જણાવ્યા મુજબ, આ પ્રકારના કેસ અનુમાનથી અલગ નથી. જ્યારે આ પ્રકારના ઈન્ફેક્શન એક-તૃતીયાંશ કે બે-તૃતીયાંશ સુધી પહોંચી જશે ત્યારે કંપની એનાલિસિસ કરશે. એના આધાર પર નક્કી થશે કે ટ્રાયલ્સમાં સામેલ કેટલા વોલન્ટિયર્સનું કેટલા સમય સુધી ફોલોઅપ કરવામાં આવે.વિજે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પ્રથમ ડોઝ લગાવ્યા પછી 15 દિવસની અંદર જ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે ભારત બાયોટેકે શનિવારે નિવેદન આપીને કહ્યું હતું કે કોવેક્સિનના બે ડોઝ 28 દિવસના અંતરથી આપવામાં આવી રહ્યા છે.

     બીજા ડોઝનાં બે સપ્તાહ પછી એ કહી શકાશે કે વેક્સિન કેટલી અસરકારક છે. કોવિડ-19 વેક્સિન બનાવી રહેલી આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓએ પણ હજારો વોલન્ટિયર્સને ફેઝ-3 ટ્રાયલ્સમાં સામેલ કર્યા અને તેમની ટ્રાયલની ડિઝાઈન પણ આ પ્રકારની છે.ફાઈઝરની પાસે 170 કેસનું એનાલિસિસ છે, જ્યારે મોડર્નાએ 95 કેસનાં પરિણામની જાહેરાત કરી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા વેક્સિનની ટ્રાયલ્સમાં 131 કેસ પ્રકાશમાં આવ્યા પછી એનાલિસિસ પ્રકાશમાં આવ્યું. જ્યારે રશિયાની સ્પુતનિક V વેક્સિનની ટ્રાયલ્સમાં 26 કેસ પ્રકાશમાં આવ્યા. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન-કોવિશીલ્ડને છોડીને બાકીની તમામ વેક્સિન 92 ટકાથી વધુ અસરકારક રહી છે. કોવિશીલ્ડ, જેનો ટેસ્ટ પુણેની સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા કરાવી રહી, એ 62-90 ટકાની રેન્જમાં અસરકારક રહી છે. વેક્સિન ડોઝની ક્વોન્ટિટી બદલાતાં જ અલગ પરિણામ પ્રકાશમાં આવ્યાં છે. સ્પુતનિક Vને રશિયામાં ઈમર્જન્સી યુઝ એપ્રૂવલ મળી છે, જ્યારે ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને UK અને બહરીનમાં. ભારત સહિત અન્ય દેશોમાં ડ્રગ રેગ્યુલેટરના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.


Download Our B K News Today App



Related News