રાજસ્થાન બોર્ડર બંધ કરાવતા કોંગી MLAની અટકાયત, બનાસકાંઠાથી ભરૂચ, સૌરાષ્ટ્રથી સાણંદમાં અનેક ઠેકાણે આગજની, અટકાયતો અને ચક્કાજામ 50 ટકા બજારો બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 12:33:41
  • Views : 589
  • Modified Date : 2020-12-08 12:33:41

    આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર બંધ કરાવવા જતાં અમીરગઢ પાસે કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની અટકાયત કરાઈ છે. ભારત બંધની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. જેને પગલે ઠેરઠેર આગજનીના બનાવો બન્યા હતા. ભારત બંધના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નેતા અને કાર્યકરો તથા ખેડૂતોની અટકાયત કરાઈ છે. જેના પગલે રાજ્યમાં જનજીવનને અસર થવા પામી છે.આજે ગુજરાતમાં પણ ભારત બંધના વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર ટાયર સળગાવાયા છે અને ચક્કાજામ કરાયો હતો, અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ છે. રાજ્યભરમાં કોંગી કાર્યકરો નેતાઓ અને ખેડૂતોની અટકાયત કરાઈ છે. દહેગામનાં પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત કરાઈ છે, આ સિવાય રાજકોટનાં મહિલા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરાઈ છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થોની ચૂંટણીઓ ફેબ્રુઆરી માસમાં યોજાઇ શકે છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર હવે ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની યાદી બનાવવા કામે લાગી ગઇ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ ખેડૂતો માટેની વિવિધ બજેટ યોજનાઓ તથા તેમને મળવાપાત્ર વળતર ઉપરાંત અન્ય જાહેરાતો હવે ટૂંક સમયમાં થવા લાગશે. આ સાથે હવે ભાજપ પ્રમુખ સી આર પાટીલે તાબડતોબ બેઠકો કરીને રણનીતિ ઘડવાનું શરૂ કર્યું છે. સોમવારે પણ પાટીલે ભાજપના વિવિધ કિસાન નેતાઓ સાથે કોન્ફરન્સ કરી ખેડૂત આંદોલનને ગુજરાતમાં નિષ્ફળ બનાવવા યોજના બનાવી હતી.


    નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં આજે 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના સમર્થનમાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે, બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવાશે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે.

  •     ભારત બંધના અગાઉની રાતે ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યાસિંહ ડાભીની અટકાયત બાદ LCBએ લઈ જવાયા. રાતે જ ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત 4ની અટકાયત. સાણંદમાં સવારે 7 વાગ્યે માળીયા અમદાવાદ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ કરનારાને પોલીસે ડિટેઈન કર્યા, સાણંદ સજ્જડ બંધ. ભરૂચ અને દહેજને જોડતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા તત્વો દ્વારા ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો, ટ્રાફિકજામ થયો. વડોદરા નજીક નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઇવે પર કોંગ્રેસે ટાયર સળગાવીને વિરોધ કર્યો. ભરૂચના વડદલા APMC શાક માર્કેટ ધમધમતું, મહમદપુરા APMCની 500થી 700 દુકાનોના વેપારીઓએ બંધ પાળ્યું. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. ભારત બંધમાં રાજકોટ બેડી યાર્ડ નહીં જોડાવા જાહેરાત છતાં 9 વાગ્યે યાર્ડમાં એકેય દુકાન ખુલ્લી નથી. ભરૂચના સરભાણ મુકામે ભારત બંધ એલાનને ખેડૂતોના સમર્થનમાં દુકાનદારો તથા વેપારીઓએ સંપૂર્ણ બંધ માટે સમર્થન કરેલા. ગોંડલ શહેરમાં જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, NH પર ચુસ્ત બંદોબસ્ત. રાજકોટ મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબાવાળા સહિત 5થી 7 મહિલાની કરી અટકાયત. રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો બંધને સમર્થન આપવા દુકાન બંધ કરાવવા નીકળતા ગાયત્રીબાની અટકાયત. સંતરામપુરમાં પૂર્વ ધારાસભ્ય જી એમ ડામોરને તેમના નિવાસે પોલીસે નજરકેદ કર્યા. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા કેટલીક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ટાયર સળગાવી, રોડ ચક્કાજામ કર્યો. જામનગરમાં લાલપુર પાસે હાઈવે પર ચક્કાજામનો પ્રયાસ કરનાર 10 કોંગીઓની અટકાયત. અમદાવાદ AMC વિરોધપક્ષના નેતા કમળાબેન ચાવડા તેમજ અન્ય લોકોને ડિટેન કરવામાં આવ્યા. વેરાવળમાં બજારો બંધ કરાવવા નીકળેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહેલ સહિત કોંગી આગેવાનો-કાર્યકરોની પોલીસે કરી અટકાયત. વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલીના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળતા અટકાયત, ધાનાણી અને પોલીસ વચ્ચે તૂતૂમેંમેં. પાલનપુરના ગુરુનાનક ચોકમાં સુત્રોચ્ચાર કરતાં કોંગી કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી. રાજકોટ મવડી ચોકડી કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર બેસીને ટ્રાફિક રોક્યો. જામખંભાળિયા ધારાસભ્ય વિક્રમ માડમ સહિત 20 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત. જામનગરમાં બળદ ગાડુ લઇને વિરોધ કરતા નીકળેલા નગરસેવિકા જૈનબ ખફીની અટકાયત કરાઈ. છોટા ઉદેપુર જિલ્લામાં ક્વાંટના બજારો સજ્જડ બંધ, છોટા ઉદેપુર, બોડેલી, પાવી જેતપુર,નસવાડી, સંખેડામાં બંધનો ફિયાસ્કો. જમાલપુર-ખાડિયાનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને નજરકેદ કરાયા. કાલાવડમાં ધારાસભ્ય પ્રવીણ મુસડીયા, જામનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જે ટી પટેલ સહિત કોંગી અગેવાનોની અટકાયત. જમાલપુર-ખાડિયાનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને નજરકેદ કરાયા. સુરત APMC ખાતે ખેડૂત અને કોંગ્રેસનો વિરોધ, પોલીસે કોંગી કોર્પોરેટર અને કાર્યકર્તાઓની અટકાયત કરી. હિંમતનગર ખાતે NH-8 પર ટાયર સળગાવી વાહનવ્યવહાર ખોરવતા ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિતની અટકાયત

Download Our B K News Today App



Related News