અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકી શિશુગૃહને સોંપી દીધી, ભાંડો ફૂટતાં પાંચ સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-22 11:27:33
  • Views : 802
  • Modified Date : 2020-07-22 11:27:33

 થરાદના ભોયણ ગામે ઉધડથી જમીન વાવતા ખેડૂત પુત્ર અને ભાગીયાની દીકરી વચ્ચેના અનૈતિક સંબંધ દરમ્યાન ગર્ભ રહી પાપ છુપાવવા પરીવારે ગર્ભવતી યુવતીનુ ખોટુ નામ આપી લાખણીની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવી અધુરા માસે જન્મેલી બાળકીને શિશુ ગૃહમાં સોંપતાં બાળકીનું અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજતાં ભાંડો ફૂટતાં આગથળા પોલીસે મહિલાના પ્રેમી સહિત પાંચ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.ભોયણ ગામે જમીન ઉધડ રાખી ખેતી કરતા હરેદાનજીના પુત્ર વિક્રમ માળી અને ખેતરમા કામ કરતા ભાગીયાની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો.જો કે  તે બાદ બંન્ને વચ્ચેના સંબંધ દરમ્યાન ભાગીયાની દીકરીને ગર્ભ રહી ગયો હતો.જો કે થોડા માસ બાદ પીડા ઉપડી તો દીકરીએ સમગ્ર મામલાની જાણ તેના માતા પિતાને કરી દીધી હતી.જો કે તે બાદ ખેડૂત અને ભાગીયાના પરીવારે સાથે મળી 15 જુલાઇએ લાખણીની ખાનગી હોસ્પિટલમા લઇ ગયા હતા.અને દીકરીનુ તેમજ ગામનુ  ખોટુ નામ આપી દાખલ કરી હતી.જ્યાં 16 જુલાઇએ ઓપરેશન કરતા બાળકીનો જન્મ થઇ ગયો હતો. જો કે અધુરા માસે જન્મેલી બાળકીની હાલત નાજુક હોવાથી તબીબે બાળકીને બાળકોની હોસ્પિટલમા લઇ જવાનુ કહ્યુ તો ખેડૂત અને ભાગીયો નવજાત બાળકીને લઇ પાલનપુર શિશુગૃહમાં પહોંચી ગયો હતો. અને નવજાત બાળકી દિયોદરના માનપુરા ગામેથી બિનવારસી હાલતમાં મળી હોવાનુ જુઠાણુ ઉભુ કરી બાળકીને શિશુગૃહને સોંપી દીધી હતી.જો કે બાળકીની નાજુક હાલત જણાતાં શિશુગૃહ દ્વારા પાલનપુર સિવિલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે બાળકીને અમદાવાદ લઇ જવાઇ હતી.જ્યા 17 જુલાઇએ મોત નિપજ્યુ હતુ.જોકે પાલનપુર સિવિલમાં સારવાર દરમ્યાન  પશ્ચિમ પોલીસને અપાયેલી વિગતોને લઇ દિયોદર પોલીસે આગથળા પોલીસને જાણ કરતા આ મામલાનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સાથે શારીરીક સંબંધ બાંધનારા વિક્રમ હરેદાનજી માળી(રહે.લુણવા,થરાદ) તેમજ મામલામા સંડોવાયેલા ભગાભાઇ વેલાભાઇ વજીર,અમીતાબેન ભગાભાઇ વજીર(બંન્ને રહે. ચોથારનેસડા, વાવ), હરદાનજી મલાજી માળી(રહે.લુણવા,થરાદ) અને હરચંદજી પચાણજી માળી(રહે.લુણવા,થરાદ) સામે આગથળા પોલીસ મથકના લક્ષ્મણસસિહ મંગળસિંહે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શિશુગૃહના સુત્રોએ જણાવ્યુ હતુ કે અજાણ્યા ભાઇ આવી અમને દિયોદરના માનપુરા નજીકથી શિશુ મળ્યુ હોવાનુ કહી આપી ગયા હતા.જો કે શિશુની હાલત સ્વસ્થ ન હોવાથી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા ત્યારે શિશુ બિનવારસી હોવાથી પશ્ચિમ પોલીસને ઘટનાની જાણ કરી હતી.પાલનપુર શિશુગૃહમાં જે કોઈ બાળકને મુકવા આવે છે તેમની પાસેથી ફોર્મ 17 ભરાવવામાં આવે છે. અને શિશુ કઈ હાલતમાં મળ્યું સહિતનું વર્ણન તેમજ બાળકને લઈને આવનારનું નામ સરનામું નોંધવામાં આવે છે. જેના આધારે આગથળા પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

Download Our B K News Today App



Related News