મંદિરમાં ભંડારની પેટી તોડી દાનની રોકડ તસ્કરો ઉઠાવી ગયા, પોલીસે કાર્યવાહી હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-06 11:05:30
  • Views : 435
  • Modified Date : 2020-07-06 11:05:30

દાંતીવાડા ગામે વિખ્યાત એવા વિજયાસર માતા અને ડેમ નજીક આવેલ વીર મહારાજના મંદિરે શનિવારના મધરાત્રીએ તસ્કરો ત્રાટકી ભંડારાની પેટીમાં પડેલા રોકડ રૂપિયા ઉઠાવી ગયા હતા. જ્યારે તસ્કરોને જૈન દેરાસરમાં ચોરી કરવામાં સફળતા મળી ન હતી. દાંતીવાડા બસ સ્ટેન્ડ સામે આવેલ વિજયાસર માતાના મંદિરના પૂજારી તેમજ જૈન મંદિરમાં પૂજા કરતા પૂજારી રવિવારે સવારમાં પૂજા કરવા જતાં મંદિરના તાળાં તૂટેલા જોઈ મંદિરના ટ્રસ્ટી અને ગામલોકોને જાણ કરી કે તસ્કરો શનિવારે રાત્રે જૈન મંદિરમાં તાળું તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે.નજીકમાં આવેલા વિજયાસર માતાના મુખ્ય દરવાજાનું તાળું તોડી તેમાંથી રોકડા રૂપિયા ભરેલ ભંડારાની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. આ તસ્કરોએ વધુ એક વીર મહારાજના મંદિરમાંથી પણ રોકડ રૂપિયા ભરેલી ભંડારાની પેટી ઉઠાવી ચોરી કરી ગયા છે. આ મંદિરોમાં અગાઉ પણ ચોરી થઈ હતી પરંતુ હજુ સુધી તેના ચોરોનો પણ કોઈ અત્તો-પત્તો નથી. આ વિગત લખાઇ રહી છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ લખાઇ નથી પરંતુ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી  કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News