ડીસામાં વ્યાજખોરોના ત્રાસથી ભાજપના કોર્પોરેટરના પિતાનો ફાંસો ખાઈ આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 10:54:45
  • Views : 1041
  • Modified Date : 2020-07-08 10:54:45

ડીસા નગરપાલિકા ભાજપના સદસ્યના પિતાએ સોમવારે સાંજે પોતાના ઘરમાં જ ગળે ફાસો ખાઇ જીવન ટુકાવી લીધું છે. જો કે, મૃતકે વ્યાજ ખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે. ડીસા  પાલિકામાં વોર્ડ નંબર 1 ના ભાજપના નગરસેવક અને કૈલાશનગરમાં રહેતાં જીતુ માજીરાણાના પિતા જેસીગભાઇ લાલાજી માજીરાણા (ઉ.વ. 48) એ સોમવારે સાંજના સુમારે પોતાના રહેણાંક મકાનમાં એકલતાનો લાભ લઇ પંખા સાથે સાડી બાધી ગળે ફાસો ખાઇ જીવન ટુકાવી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા તેમના પુત્રએ પિતાની લાશને નીચે ઉતારી તપાસ કરતા ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી.જેમાં 3 લાખમાં મકાન ગીરવે મૂક્યું હતું અને આ મકાન ખાલી કરાવવા વ્યાજખોર દબાણ કરતો હોવાની સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ અંગે મૃતકના પુત્ર વિનોદ જેસીગભાઇ માજીરાણાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોત નોધ કરી તપાસ હાથ ધરી છે.મૃતકના પુત્ર જીતુ માજીરાણાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી મકાનના દસ્તાવેજને લઈ મારા પિતાજીને મુકુંદ મહેતા અને મહેશ મહેતા દ્વારા અવાર નવાર ધાક-ધમકીઓ અપાતી હતી. જેના કારણે મારા પિતાજીએ આ પગલું ભર્યું છે. ત્યારે આગામી 2 દિવસમાં જો સરકાર અને પોલીસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો  આખો સમાજ આંદોલન કરશે.

Download Our B K News Today App



Related News