લોકસભાની ચૂંટણી અંતર્ગત થરાદ મતવિસ્તારમાં ૭૦.૯૮ ટકા મત પ્રમાણે ભાજપને પચાસ હજારની લીડ મળી શકશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 05:42:13
  • Views : 501
  • Modified Date : 2019-04-26 05:42:13

૧૫૪૫૧૬ મતોનું મતદાન થયું જેમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને એક લાખ મતો મળી શકશે. તેમજ થરાદ સિટીમાં ભાજપને બેથી ત્રણ હજારની લીડ રહેશે તે વિશ્લેષણ જણાવી રહ્યા છે.લોકસભાની ચૂંટણી દરમિયાન પરબતભાઈ પટેલના મતવિસ્તારમાં થરાદ તાલુકામાં ૭૦.૯૮ ટકા મતદાન થયું છે. જેમાં કુલ ૨,૧૭,૬૯૯ મતદારો પૈકી ૧૫૪૫૧૬ મતદારોએ મતદાર કર્યુ હતુ. જેમાં થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ તરફી વધારે મતદાન થયું છે. તેમજ મતદારોએ આ વખતે મતદાનમાં જાગૃતતા લાવી ૨૦૧૪ કરતાં ૩ ટકા વધુ મતો કરાયા છે. તેમજ પરબતભાઈ પટેલ ઘણ ૨ર્મથી થરાદ વિસ્તારમાં ધારાસભ્ય છે અને લોકોના ગ્રામ્યવિસ્તારના વિકાસના કામો કર્યા છે. તેમજ લોકચાહના વધારે ધરાવે છે. તેમજ થરાદ વિધાનસભાના મતવિસ્તારમાં રાજકીય વિશ્લેષણો જાડે વાત કરતાં જાણવા મળ્યું હતું  કે આ વખતે થરાદ મતવિસ્તારમાં ભાજપ તરફી વધુ જુવાળ જાવા મળ્યો  હતો. તેમજ પરબતભાઈ ઉમેદવાર હોવાથી મતદાન વધારે થવાં પામ્યું હતું તેમજ પરબતભાઈને એકલાખથી વધુ મતો મળી શકશે. તેમજ કોંગ્રેસ કરતાં પચાસ હજાર વધુ મતો મળી શકશે આથી ભાજપનો વિજય નક્કી જાવા મળશે.


Download Our B K News Today App



Related News